Wednesday, January 4, 2012

"તુષાર શુક્લ"

ફિલ્મોના આગમન પછી પ્રત્યેક પેઢીને પોતાના સ્વપ્ન નાયક નાયિકા મળ્યા છે. .મૂંગી ફિલ્મોના સમયે પણ. આઝાદી પૂર્વે અને પછીના તરતના સમયમાં પૃથ્વીરાજ કપૂર અને સોહરાબ મોદી, ત્યારબાદ મોતીલાલ અને બલરાજ સહાની જેવા અભિનેતા અને રાજ, દિલીપ અને દેવાનંદ જેવા સિતારાએ જૂની પેઢીના હૈયે રાજ કર્યું. કોઈના હૈયે શમ્મી કપૂર તો કોઈને રાજેન્દ્ર કુમાર.. તો વિશ્વજીત પણ ખરા..માત્ર ફિલ્મ અને ગણ્યા ગાંઠ્યા મેગેઝીનનો એ સમય ..ને છતાં અપાર લોકપ્રિયતા..એ પણ દાયકાઓ સુધી. એમાં કથા અને ગીત સંગીત ઉપરાંત આ કલાકારોની અદાનું પણ એટલું જ મોટું યોગદાન.અભિનય શૈલી અને ટેકનીક બદલાયા છે ત્યારે પણ એમને યાદ કરવા ગમે એવો જાદુ હતો એમનો. નિમ્ન મધ્યમ વર્ગની વસાહતોમાં જાહેર સ્થળે પરદો બાંધીને આ ફિલ્મો બતાવાતી . ઘેરથી લાવેલા કોથળા પર કે ધૂળમાં બેસીને એમને જોયા કર્યાની સ્મૃતિ આજે ય મુગ્ધ કરે છે...પવન સાથે હાલતો એ કાપડનો પરદો અને ડોલતા દેવ સાબ..ટ્રેનની નીચલી પાટલી પર નાયક બેઠા હોયને ઉપરની પાટલીએ નાયિકા હોય..એ રોમાંસ હજી ય ટ્રેનની સફરમાં સાથે હોય છે.. અને હજી ય " ખોયા ખોયા ચાંદ .." સાથે અનુસંધાન અનુભવાય છે..ભલે એ અમારા બાળપણનાં દિવસો હતા પણ આ રોમાંસ એમણે અમને વારસામાં આપ્યો..અમે એમના ઋણી.

No comments:

Post a Comment