Friday, March 30, 2012

"તુષાર શુક્લ"

આજ મેં તો વાદળને લઇ લીધું બાથમાં...
વાદળ સંગાથે એક આખું આકાશ મારી છાતી શું ભીસાયું બાથમાં.. ભૂલીને સાન ભાન હોઠે માંડ્યું જ્યાં મેં
મનગમતું મધમીઠું વાદળ,
ઘૂંટ ઘૂંટ પાણીનાં પીવાનો અનુભવ તો
કોરોધાકોર એની આગળ. પલભરની વર્ષામાં બંને ભીંજાઈ ગયા ,
હું ને વાદળ સંગાથમાં..
આરપાર વીંધશે કે મન મૂકી
ભીંજશે
આ છાતી પર તોળાયા પહાડ , હમણા વરસ્યો કે હવે હમણા વરસી રહેશે ,
આંખોમાં એવો અષાઢ.
રણમાં વરસાદ તણી વેળા આવે છે ત્યારે
જાદુ ભળે છે એના સ્વાદમાં.. આસપાસ ઘેન ભર્યું ધુમ્મસ છવાય
અને હળવે ઘૂંટાય કેફ એવો, આરપાર રંગોના ઉડે ફુવારા, મને લાગુ હું મેઘધનુ જેવો . વાદળ વિખરાય તોય નાં રે ભૂલાય ,
રંગભીના રહેવાય એની યાદમાં .

Wednesday, March 28, 2012

"તુષાર શુક્લ"

પ્રેમ કરો તમે મનગમતો,
[ પણ ]
જેને તમે ગમો એને પરણો .. ગોરો હોય કે કાળો હોય
કે હોય ભલે ઘઉંવર્ણો.
જેને તમે ગમો એને પરણો . તમને ગમે જે એને ચાહો, ચાહવાની છે છૂટ.
એક ગમે કે અનેક,
પ્રેમનો પ્રવાહ છે વણખૂટ. પાંપણ પાથરો રાહમાં એની, ભલેને ચૂમો ચરણો.
પ્રેમ કરો તમે મનગમતો,
[ પણ ]
જેને તમે ગમો એને પરણો . તમે ગમો એને હૈયે રહેશે
કાયમ તમારો વાસ,
ફૂલ ભલે કરમાય ,
કદીના વાસી થાય સુવાસ. સ્નેહ તણી ગંગાના , હૈયે
થયા કરે અવતરણો.
પ્રેમ કરો તમે મનગમતો,
[પણ ]
જેને તમે ગમો એને પરણો ..!

Tuesday, March 27, 2012

"તુષાર શુક્લ"

બેઉની ઘડિયાળનો જ્યારે સમય મળતો નથી,
એજ કારણ હોય છે, એવો પ્રણય ફળતો નથી.
તેં કહ્યું'તું સાત વાગે, હું પહોંચ્યો સાત પાંચે,
કઈ રીતે કોઈ નગરની ભીડમાં ઘડિયાળ વાંચે ?
તોય તે દોડ્યો હતો હું કેટલું,
તું છો ન માને,
તું વળી ગઈ સાવ અણજાણી ગલીમાં, કોઈ બહાને,
હું કદી કોઈ માર્ગમાં અણ ચિંતવ્યું વળતો નથી,
એ જ કારણ છે, પ્રણય આ આપણો ફળતો નથી.
થાય છો મોડું કે વહેલું ,
કાનમાં બે વાત કહીએ,
આપણે જ્યારે મળીએ એ સમયને સાત કહીએ !
આપણી વચ્ચે ખરે
એ પળને પારિજાત કહીએ,
ને સુગંધે મ્હેકાવાને
સ્નેહની શરૂઆત કહીએ.
છે નિરર્થક જામ એ
કે જામ જે ગળતો નથી..
એજ કારણ છે , પ્રણય આ આપણો ફળતો નથી.

Monday, March 26, 2012

"તુષાર શુક્લ"

વીતી ગઈ છે પાનખર ,
આવી રહી વસંત,
લીલા છે કોની,
કોણ આ ફૂલો મહી હસંત ?
તૂટ્યા અબોલા વૃક્ષ સાથે
પર્ણનાં, પ્રિયે,
તું આવ તો થઇ જાય મારું સ્વપ્ન મૂર્તિમંત.
ભમરા લઈને એક તારો , બાગમાં ઘૂમે,
ભૂલીને તપના તાપને,
ડોલી રહ્યા છે સંત.
છે પ્રેમના પ્રાગટ્યના અનુભવની આ ઋતુ ,
જીવનનો છોને અંત હો,
છે પ્રેમ તો અનંત.

Thursday, March 22, 2012

"તુષાર શુક્લ"

યુવક :
ખુલ્લંખુલ્લા આપણ બેઉને મળવા મળશે ક્યારે ?
યુવતી :
કંકુ છાંટી લખશે આપણી
કંકોત્રી કોઈ જ્યારે..
વ્હાલમ, વાટ જોને અત્યારે ..! યુવક :
આષાઢી વાદળ થઇને હું આવ્યો તારી આગળ,
તારા પપ્પા શોધવા બેઠા કંકોતરીનો કાગળ.
યુવતી :
થાય અધીરો અમથો વ્હાલમ, આજની થાશે કાલ,
સમયની સાથે સાથે સાજન, વધતું જાશે વ્હાલ.
ભીંજાશું, ભીંજવશું તન મન જ્યારે મળશું ત્યારે.
.વ્હાલમ, વાટ જો ને અત્યારે.. યુવક :
સમય તો વહેતો જાય છે સજની,
કેમ કરીને રોકો ?
શરમ શરમમાં હાથથી જાશે મળવાનો આ મોકો
યુવતી :
તું ય ખરો છે વ્હાલમ ,
તારે જોઈતો કેવળ મોકો,
લાજ મને આવે છે, સાજન,
શું કહેશે આ લોકો ?
ફૂલ ખીલ્યાની વેળ નથી , આતો, કળી ખીલી છે ક્યારે ..વ્હાલમ, વાટ જો ને અત્યારે ..!

"તુષાર શુક્લ"

આકાશ આખું ચૂપ છે,
વહેતી હવા ય ચૂપ.
કળીએ લીધા અબોલા, બુલબુલના ગીતો ચૂપ.
તારું રીસાવું કેવું ?
પથ્થરના મૌન જેવું,
મારું રીસાવું એવું,
ઝાકળના મૌન જેવું.
આંખ ય સાવ ચૂપ છે,
હોઠો તો છે જ ચૂપ.
ધડકનનો શબ્દ ધીમો,
ને લાગણી ય ચૂપ.
મળતું નથી કઈ કારણ,
તું મૌન શાને કારણ ?
રિસાઈ છું અકારણ,
છે એવી હૈયા ધારણ.
કોલાહલો ય ચૂપ છે,
ને કલરવો ય ચૂપ.
એક તું ન બોલે એથી,
લાગે છે સઘળું ચૂપ.

Monday, March 19, 2012

"તુષાર શુક્લ"

તને સાંભરે એ આપણું એકાંત ? મને વીસરે ના આપણું એકાંત. વાસંતી લહેરખીએ આવીને હળવેથી
લહેરાવ્યું આપણું એકાંત, લોહીઝાણ રંગોએ કોરા ઉમંગોને પહેરાવ્યું આપણું એકાંત.
તને સાંભરે એ આપણું એકાંત ? મને વીસરે ના આપણું એકાંત. હાથોમાં હાથ લઇ, ચાલ્યા સંગાથ,
એવા મારગનો વણસુણ્યો સાદ,
એવા તે કેવા આ પગલા મંડાયા કે સંગાથે ચાલ્યાનું બાદ ? આંખોમાં આંસુના તોરણ ને અવસરમાં ઝળહળતું આપણું એકાંત.
સ્મરણોની શૂળ બની હૈયાને વીંધતું , ટળવળતું આપણું એકાંત.
તને સાંભરે એ આપણું એકાંત ? મને વીસરે ના આપણું એકાંત.

Sunday, March 18, 2012

"તુષાર શુક્લ"

તડકો છાંયો રમે આંગણે
રમત પૂરાણી, હુતુતુ.
સોળ વરસની સ્નિગ્ધ છોકરી, કહે કે, " ઉંબર ઓળંગું ?" અનરાધારે તડકો વરસે,
પહેલો તડકો મોસમનો,
ચાલ, પાળીએ આપણ એમાં, હાથ ઝાલીને સરગમનો.
આજ મજાની મોસમ છલકે,
તું જ પાનખર , તું જ વસંત. નસનસમાં તું સ્પર્શ રેશમી,
દૂર ને પાસે તું જ હસંત.
હળવે હળવે સરે વાદળા, આભમાં જાણે સરતું રૂ.
લૂછું તો કઈ રીતે લૂછું,
આંખમાં ઝલમલ ઝલમલ તું!
!કોઈ કહે કે ગ્રીષ્મ આકારો
કોઈ કહે ઊનાળો જી.
પલભરમાં શું થયું કે આજે

ફૂલ બની ગઈ ડાળો જી!

ક્યાંક ઝૂમતા લાલ કેસરી,
ક્યાંક ઝૂલતા પીળા જી,
ઝૂમ્મર ઢળતા, પર્ણનાં પંખા, ગુલમહોર ગરમાળો જી.
ધીમે ધીમે ખરે પાંદડા ,

શ્વાસોમાં પીળચટ્ટી લૂ..
પૂછો, પૂછો, કોઈ તો પૂછો,
આજ વૃક્ષને થયું છે શું ?

"તુષાર શુક્લ"

અમે વેઠ્યા રે ઉનાળા ગોરી, આકરા,
તમે ઘેરાયા નહિ થઈને આકાશ..
રણની રેતી છાતીમાં ઊડતી , મારી નસમાં ગાતું રે કોઈ માંડ.. મારે તરસ્યું આ કોને ભળાવવી ?
સરનામું ગોતી ગોતી થાકિયા, મારા કોરી રે કંકોતરી શા શ્વાસ, એવા તે કેવા અક્ષર ઉકલ્યા, મારી પૂનમની થઇ ગઈ અમાસ..?
મારે વ્હાલપ આ કોને ભળાવવી ?
આંગણામાં આભ આવી ઉતાર્યું, તોયે ખોલી ન ખુલે તારી પાંખ, જળ રે હાલ્યા ગોરી જાતરા,
કોરી મેલીને ટળવળતી આંખ..
મારે રણમાં ક્યા વીરડી ગળાવવી ..?

Wednesday, March 14, 2012

"તુષાર શુક્લ"

લહેરાતા સાગરની સામે ઉભા રહી
મેં ભરતી માંગી તો મળી ઓટ. બળબળતા હોઠ સામે છલકેલો જામ
એને અણધારી લાગી ગઈ ચોટ. સાવ ઓચિંતું બની ગયું આ, એના કારણમાં એક તારી, નાં. સ્પર્શ તણી ઇચ્છાના પાળ્યા પતંગિયા
તે મુઠ્ઠી ખુલતામાં ગયા ઉડી, સૂની હથેળીમાં ટળવળતી રેખાઓ,
આંસુ તો આંખોની મૂડી.
આષાઢી આભ તળે તરસ્યા આ ચાતકને
એકાદું ટીપું તો પા..!
ફૂલોએ મોઢું આજ ફેરવી લીધું ને કહ્યું ઝાકળને, " બીજે ક્યાંક જા " ઓગળતા ઓરતાઓ આંસુ થઇ ચાલ્યા
ને બોલેલા શબ્દો તો ડૂમો. ધગધગતા અંગારા ચૂમી લેવાય,
તમે પથ્થરને કેમ કરી ચૂમો ? હારવા માટે ય મારે રમવું'તું આજ, સખી, પળ બે પળ ભેરુ તો થા..
રમવી'તી સાતતાળી, દઈ દીધી હાથતાળી,
એકલાએ દેવાનો દા..
સાવ અણધારી મળી તારી નાં.

"તુષાર શુક્લ"

લહેરાતા સાગરની સામે ઉભા રહી
મેં ભરતી માંગી તો મળી ઓટ. બળબળતા હોઠ સામે છલકેલો જામ
એને અણધારી લાગી ગઈ ચોટ. સાવ ઓચિંતું બની ગયું આ, એના કારણમાં એક તારી, નાં. સ્પર્શ તણી ઇચ્છાના પાળ્યા પતંગિયા
તે મુઠ્ઠી ખુલતામાં ગયા ઉડી, સૂની હથેળીમાં ટળવળતી રેખાઓ,
આંસુ તો આંખોની મૂડી.
આષાઢી આભ તળે તરસ્યા આ ચાતકને
એકાદું ટીપું તો પા..!
ફૂલોએ મોઢું આજ ફેરવી લીધું ને કહ્યું ઝાકળને, " બીજે ક્યાંક જા " ઓગળતા ઓરતાઓ આંસુ થઇ ચાલ્યા
ને બોલેલા શબ્દો તો ડૂમો. ધગધગતા અંગારા ચૂમી લેવાય,
તમે પથ્થરને કેમ કરી ચૂમો ? હારવા માટે ય મારે રમવું'તું આજ, સખી, પળ બે પળ ભેરુ તો થા..
રમવી'તી સાતતાળી, દઈ દીધી હાથતાળી,
એકલાએ દેવાનો દા..
સાવ અણધારી મળી તારી નાં.

Tuesday, March 13, 2012

"તુષાર શુક્લ"

તો..? : તારા હૃદય આકાશમાં હું યાદનું વાદળ બની આવી ચઢું ને સમયના સૂર્યને ઢાંકી દઉં
તો તું મને બોલાવશે ?
તારી સમજના ગામમાં હું
અણસમજનો ઢોલ થઇ વાગી ઉઠું
તો તું મને બોલાવશે ? ઉંબરાની ધાર પર અરધી ભીંજાતી હોય તું,
ઓરડાની આંખના પ્રશ્નો
દઝાડે તોય શું ?
તારી નજરના ગામ કેરી
સાવ સૂની સીમમાં હું મોર થઇ ટહુકી ઉઠું
તો તું મને બોલાવશે ?
આંખમાં રેતી પડ્યાનું
રમ્ય બહાનું લઇ અને તું,
રેશમી રૂમાલ આડેથી
જીવી જાતી મને તું.
તારા નયનના જામમાં હું
ને તરસના ગામમાં હું
થઇ સૂરા છલકી ઉઠું
ને તપ્તની તૃપ્તિ બનું
તો તું મને બોલાવશે ?
હાથ કોઈના હાથમાં
ને હસ્તરેખા કેદ હો,
અંગ સાથે અંગ
પણ ધબકાર માહે ભેદ હો.
તારી સુંવાળી છાતી કેરા
સ્નિગ્ધ સુંદર ઢાળ પર હું
કંપ થઇ દોડી જાઉં
ને અર્થને ખોલી દઉં
તો તું મને બોલાવશે ?

"તુષાર શુક્લ"

સ્મરણોને અજવાળે રહી રહીને ચમકે છે તૂટ્યા સંબબંધ તણા કાચ...
બળ બળતા ઉનાળે ડામરના રસ્તા પર સંગાથે ચાલ્યા તે આપણે.
ગુલમ્હોરે, ગરમાળે, વહેતા શિરીષ સંગ સંગે સુગન્ધાયા આપણે.
ધોધમાર વર્ષામાં લથબથ ભીંજાતા કોઈ વૃક્ષ તળે ઉભા તે આપણે.
સંગાથે કોતરેલા નામ તણા અક્ષરની આંગળીએ ઉકલ્યા તે આપણે.
કડકડતી ઠંડીમાં અંતર ઓગાલતા પાસે સરક્યાતા તે આપણે.
હૈયાના હુંફાળા માળામાં બેઉ પછી ઝીણું ફરક્યાતા તે આપણે. ક્યારે ને કેમ આમ મોસમ બદલાઈ અને આવી સંબંધને શી આંચ..?
માન્યુતું વાતો નહિ ખૂટે આ વાતમાં, છો ખૂટી જાય દિવસો ને રાત.
પડખું બદલીને આ સુતેલા મૌન તળે કચડાયા સપના રળિયાત. માન્યુતું મનગમતી વાત મહી મ્હાલીશું, ડગલાં ભરીને સાથ, સાત.
અંતર કપાયું નહિ, ક્યાંયે પહોંચાયું નહિ, ઝંખના તો ઝાકળની જાત.
માન્યુતું સંગાથે માંડવડે મ્હોરશું ને ઝુલીશું મનની મ્હોલાત. મખમલના મારગડે વાગી શી ઠેસ, કોણે રોળી રંગોળીની ભાત ?
કદી ઉગશે પ્રભાત અને ખરશે પારિજાત એવા સપનાને તોય માનું સાચ.

Sunday, March 11, 2012

"તુષાર શુક્લ"

તને શબ્દથી નેડો સાજન,
મને મૌનથી પ્રીત,
તો ય આપણી વચ્ચે વહેતું
પ્રીત તણું સંગીત.
તને બધું એ કહેવું ગમતું,
જે કઈ મનમાં થાતું.
મૌન રહી હું મનમાં મલકુ ,
હૈયું મારું ગાતું.
આંખો મારી કહી દેતી કે
તું છે મારો મિત..
એકમેકના સથવારે છે
ફૂલની સંગ સુગંધ, શબ્દ અને આ મૌનની વચ્ચે મીઠો ઋણાનુબંધ.
મહેકું હું, ને બહેકે તું,
છો જેવી જેની રીત.
તોય આપણી વચ્ચે વહેતું
પ્રીત તણું સંગીત.

Friday, March 9, 2012

"તુષાર શુક્લ"

ફરી એક સવાર પડે છે.
ફેરિયો છાપું નાખી જાય છે, વાંચ્યા વગર.
દૂધવાળો દૂધ આપી જાય છે, થેલીમાં.
હવે તપેલી લઈને ઉઠવું નથી પડતું.
દોઢ ચમચી કોફી અને બે ગોળી..નાખીને કોફી તૈયાર...
હિંચકો હાલે છે.
કોફી ને છાપું બંને પૂરા થાય છે. બટર વગરના ટોસ્ટનો ટુકડો ડીશમાં છે. .
ને નાહીને તૈયાર થઇ જાઉં છું ઓફીસ જવા.
પાકીટ, ચશ્માં, રૂમાલ, પેન કશું જ ભૂલ્યા વગર.
નવું જ શર્ટ પહેર્યું છે આજે.
કેવું લાગે છે એ જોવા હવે દર્પણમાં જોઉં છું.
તારી આંખ તો છે કુકર પર ઉંચી નીચી થતી સીટી ઉપર.
.આંગણામાં
વેરાયા છે ગઈ કાલે ખેલાયેલી ધુળેટીના રંગો..
મોટર સાયકલ સ્ટાર્ટ કરી નીકળતા પાછળ નજર કરી જોઉં છું તો કૂંડામાં ઉગેલા છોડ પર ખીલ્યું છે નવું જ ફૂલ.
રૂટીન બ્રેક કરવા દ્રષ્ટિ કેળવવી પડે..!

Thursday, March 8, 2012

"તુષાર શુક્લ"

કાગળ કાંઠે શબ્દો ઉભા,
ક્યારે આવે વારો ?
કલમના કાને કહી રહ્યા છે,
" હું તારો.. હું તારો "
હૈયું નાં દેતું હોંકારો..
સાંભળે હું હું નો હોંકારો.
મનને વાતો કેહવી ગમતી,
હૈયું રહેતું ચૂપ .
હૈયું બોલે જ્યારે ત્યારે
શબ્દો બને અરૂપ.
હૈયાની છે વાત જ જૂદી,
જૂદો એનો ધારો..
એને નાં ગમતા હુંકારો.
મનને ગમતું કહેવું ને
હૈયાને ગમતું સહેવું,
સાગર ના છલકાય કદી, સરિતાનો સ્વભાવ વહેવું.
જુદી જુદી રીત પ્રીતની,
સમજો અને સ્વીકારો .
હૈયું નાં ચાહે હુંકારો.
મનને મારો, મનને વારો,
હૈયા સામે હારો.
મન માને, હૈયું નાં માને, લાગણી સામે વિચારો.
પ્રેમ છલકાતા સંવેદન છે હૈયાના શણગારો .
.હૈયું નાં ચાહે હુંકારો..
એથી દેતું નાં હોંકારો.

"તુષાર શુક્લ"

રંગપર્વની શુભકામના...:
હું છું તારો રંગ તું રંગોળી મારી રાણી
હૈયામાં હેત દીધા ઘોળી મારી રાણી.
તું છે મારો રંગ હું રંગોળી તારી રાણી,
મસ્તીમાં જીંદગી ઝબોળી મેં તો જાણી.
આંખમાં છલકે આસમાની ને કાજળ આંજે શ્યામ,
લાજની લાલી લાલ લાલ
ને હૈયે ગુલાબી નામ.
મેઘધનુશી રંગમાં દીધી રોળી મારી રાણી.
સોનેરી છે સપના
એની રૂપેરી છે કોર,
મોરપિચ્છના રંગે સોહે
મનડા કેરો મોર.
મસ્તીની રંગ્પ્યાલી ઢોળી તોય માણી. .
લાગણીનો લીલોછમ્મ રંગ આજ લ્હેરે.
પીઠીનો પીળો રંગ,
રૂંવાડે મ્હેકે.
શરમથી થઇ ગઈ સાજન,
હું ય પાણી પાણી.. ..

Tuesday, March 6, 2012

"તુષાર શુક્લ"

ગમતો ગુલાલ આજ સામો મળ્યો ને મારે હૈયે રચાઈ રંગોળી,
મારગમાં રંગ રંગ ટહૂકા ખર્યા ને મેં તો જાણ્યો કે આવી ગઈ હોળી..!
કેસૂડો ફટાયો ફાગણ આયો લાયો હોળી રી..! રંગ ભરી ચૂનરી, ઉમંગ ભરી ચોળી રી..!

"તુષાર શુક્લ"

રંગ ભરી લઇ કલમ , કુદરતે લખ્યો વાસંતી પત્ર ,
માન માન, માની જા વ્હાલમ , આવી પહોંચને અત્ર.
વિરહ મિલનની વચ્ચે ઝૂલે મનનો મુગ્ધ હિંડોળ.
રાગ વિરાગની વચ્ચે મારું ચિત્ત ચડે ચગડોળ.
પ્રેમ પ્રેમ નાં અઢી અક્ષરનો ગૂંજી રહ્યો છે મંત્ર...
કળીએ કળીએ પ્રગટી આશા ફૂલ થઇ ખીલવાની,
નમણા નાજૂક તન પર ઝીણા ઝાકળને ઝીલવાની.
આવકારનો શબ્દ સુગંધી રેલી રહ્યો સર્વત્ર.
માન માન માનીજા વ્હાલમ, આવી પહોંચને અત્ર...

Monday, March 5, 2012

"તુષાર શુક્લ"

સાંભળો બા, તમે સાંભળો બાપુ, લિસન ઓ મમ્મી ડેડી.
ડીસીપ્લીનની સરગમ પાછી, આજ ફરી તમે છેડી,
તમે સાંભળો મમ્મી ડેડી..
તમને ગમતી સલામતી ને તમે શોધતા સેફટી .,
તમને ગમતું healthy food ને અમને ગમતું testy..
મેળ મળેના આપણો , આપણા અલગ અલગ છે રસ્તા ,
હાય! બાય! કહી આગળ વધતા, અટકીએ નહિ અમસ્તા.
તમને ગમતા મેઈન રોડ ને અમને ગમતી કેડી..
આપણી વચે કાયમ રહેશે ડીફરન્સ ઓફ ઓપિનિયન,
તમે કહો તેમ જીવાય નહિ, છે અમારે અમારું જીવન.
તમે ચાલતા ફરવા નીકળો , અમને જોઈએ બાઈક.
અમને ગમતું કરવાદો , ને you do as you like.

રવિવારે ભલે મોડા ઉઠીએ , રહીએ ever ready . .
પિતા :
અમે સાંભળ્યું ખૂબ, હવે સાંભળવા થાવ ready .
બાપે આખી જીંદગી એની ખેતર માફક ખેડી.
લંબાવ્યા પગ એટલા જેટલી પાસે હતી પછેડી.
આપણી ઝૂંપડી બળાય નહિ કંઈ જોઇને કોઈની મેડી .
વાગે ત્યારે સરખી લાગે , હોકી હોય કે ગેડી .!
.હજી સમય છે, જીવન માટે થઇ શકો જો ready ..! !

"તુષાર શુક્લ"

મને અડે પણ મનને અડે નહિ, એ કેવો સંબંધ ?
સુગંધ માની બહેકે એ.. મને પીડે છે દુર્ગંધ.
જોડાયા, પણ જોડે નહિ, એનું શું કરવું રે સૈ..? મને કહેને મારી બૈ..?
મંગળ ફેરા ફરિયા સાથે સપ્તપદીની સાખે, કંકુ થાપા મારિયા ભીંતે સપના અંજી આંખે. છેડાછેડી છૂટે નહિ એનું શું કરવું રે સૈ.. મને કહેને મારી બૈ ..?
સાવ સોનાનો ઢોલીયો માથે રેશમ તની રજાઈ, સાથે સુતા, સપના જુદા, આ તે કેવી સગાઇ ? સૂકા તોરણ તૂટે નહિ, એનું શું કરવું રે સી..? મને કહે ને મારી બી..?

Thursday, March 1, 2012

"તુષાર શુક્લ"

સુખનું સરનામું :
શું છે સુખ ને શું છે દુખ,
છે સદીઓ જુના સવાલ.
મન માને છે સાવ જ જુદું, દિલના જુદા જવાબ.
મન ને ગમતું મળે નહિ ત્યારે મનને થાતું દુખ,
મનગમતું જ્યાં મળી જાય ત્યાં મનને લાગે સુખ.
સૌના સુખથી સુખી થાય ને સૌના દુઃખમાં દુખી,
દુખની સામે મુખ રાખે છે
દિલનું સૂરજમુખી.
સુખને દુઃખના રૂપ જુદા છે , જુદા જુદા રૂઆબ.
લાભ અને શુભની વચ્ચેનો
ફેર મને સમજાયો.
મનડા ને દલડાની વચ્ચે
ભેદ મને પરખાયો.
મનડું " મારું મારું "કરતુ,
દિલડું "તારું તારું, "
સુખને દુઃખનો અર્થ ઉકલતા લાગે સારું સારું.
જીવન લાગે જીવવા જેવું, જલસા કરો જનાબ..
સુખ ને દુખ કઇ જીવન જળના બે કાંઠે નાં રહેતા. ,
જીવનની સાથે સંગાથે
એ પણ આવે વહેતા .
પાછળ પાછળ સુખ આવે છે, દુખ છે આગે આગે,
મળ્યું હોય તે માણી જાણવું,
જે આવ્યું હોય ભાગે,.
દુઃખના કાંટા વચ્ચે ખીલે
સુગંધ ભીનું ગુલાબ..