Wednesday, January 4, 2012

"તુષાર શુક્લ"

નદીઓની વારતામાં એવું આવે કે એક સોનેરી વાળવાળી છોકરી, જળમાં ભીંજાય અને ચાંદનીમાં ન્હાય, એની ગીત ગઝલ કરતા'તા નોકરી. છોકરીને એક રાત સપનું આવ્યું કે એના સોનેરી વાળ સાવ કાળા! આંખોમાં એક એક સળીઓ ગૂંથીને કોઈ માળા રચે છે હુંફાળા. ઝાકળના ઝમકારે નીંદર ઊડી ને કોક પગલામાં ઝળહળતી ઓસરી.
છોકરીએ કાંઠાને કીધો સવાલ, ત્યારે કાંઠાએ કળીઓને ચીંધી, જાણતલ કળીઓએ દીધો જવાબ, આમ રાખીને આંખો અધ મીંચી," બોલકા પવન કેરી લ્હેરે ચડીને કોઈ ડુંગર પછવાડે રહ્યું નોતરી".. છોકરીએ છોડાવી કાંઠાની આંગળી ને વહી ચાલ્યા વહેણ દૂર દૂર ,રૂંવાડે રૂંવાડે ભરતીના ગીત અને લહેરોમાં સાગરના સુર.. વહેતી હવામાં એક અણજાણ્યું નામ, રહું અણજાણી લિપિમાં કોતરી..
પછી નદીઓની વારતામાં એવું આવ્યું કે પેલી સોનેરી વાળવાળી છોકરી, ગીતોમાં ન્હાય અને ગઝલે ભીંજાય અને મોસમ કરે છે એની ચાકરી...

No comments:

Post a Comment