Wednesday, January 4, 2012

"તુષાર શુક્લ"

એક કલાકાર તરીકે આપણને ગમતી કળા પ્રવૃત્તિમાં અભિવ્યક્ત થવાનું પહેલું કારણ તો છે આપણી પોતાની ઈચ્છા,પણ એ પછી વાત આવે છે એને ભાવકો સુધી પહોંચાડવાની,એનું પ્રત્યાયન થતું જોવાની. ક્યારેક એવું લાગે કે આ અભિવ્યક્તિને યોગ્ય પ્રતિસાદનથી મળતો.ત્યારે કલાકાર એને સ્વીકૃતિ મળે તેવા પ્રયાસ તરફ વળે છે અને એમાં મળતી સફળતા કે નિષ્ફળતાને જ મહત્વની ગણીને એની પાછળ જ લાગ્યા રહે છે. જે કળા પ્રવૃત્તિને આપણે આપણાં જીવનના ઉત્તમ વર્ષો આપ્યા હોય એને પણ સ્વીકૃતિ માટે સર્વથા સાનુકૂળ વાતાવરણ ન જોવા મળે ત્યારે નિરાશ પણ થવાય, પણ પછી સમજાય કે "સહુની સ્વીકૃતિ "એ તો એક પૂરી ન થાય તેવી અપેક્ષા છે. આવા સમયે આપણાં પ્રયત્નો વિષે વિચારવું, ભાવકોની સજ્જતાનો વાંક ન કાઢવો. સફરના આરંભે જ ક્યા પહોંચવું છે એનો વાસ્તવિક અંદાજ બાંધ્યો હોય તો વર્ષોની સાધના બાબતે નિરાશ ન થવાય.

No comments:

Post a Comment