સંતો, ખોટી બધી નિશાળો.. બાદબાકી જો દુખની કરીએ તો નાં મળતો તાળો.
.જીવન સુખ દુઃખનો સરવાળો ગુણાકારથી
વધે ન સુખ, દુખ ઘટે ન ભાગાકારે.
જીવન કેરો જવાબ મળતો, જીવન જીવો ત્યારે.
સમીકરણમાં સમય વહે ત્યારે શેષ રહે છે સમજણ.
સુખ ને દુખની સાથે આપણા કર્મો કેરું સગપણ..
શ્વાસની ગઠરી ખુલી ગઈ છે, સમય રહે સંભાળો...
સુખ સમજીને દસ્તક દ્યો
ત્યાં દુખ દરવાજો ખોલે..
દુખ સમજીને ચાલો ત્યાં સુખ આવો આવો બોલે..
સુખ ને દુખ બંનેનું આપણી સમજણ છે સરનામું
, નજર ફેરવો જેનાથી તમે
એ જ આવતું સામું..
કોઈનું સુખ એ કોઈનું દુખ છે કેળવી નજર, નિહાળો..
જશે આવશે સમય થશે ત્યાં, ભરતી ઓટ ઉછાળો..
Tuesday, February 28, 2012
Monday, February 27, 2012
"તુષાર શુક્લ"
જગતમાં માત પિતા છે મહાન. પહેલા આવે માત પિતા
ને પછી આવે ભગવાન.
આપ્યું આપ્યું કદી ન માપ્યું, માગ્યું કદી ન માન,
જોડ જડે નહિ જગમાં એની, કરીએ સહુ સન્માન.
આજ આપણે મોટા થયા
ને કર્યા કઈ મોટા કામ,
જનમ દીધો છે એમણે ત્યારે પામ્યા જગમાં નામ.
આપણા ઘરમાં કેમ ન હો,
જેના હૈયે આપણું સ્થાન ? જગદીશ્વરને જોયા નથી, પણ આવે એક વિચાર,
જેણે સર્જ્યા માત પિતા એ વંદનના હકદાર.
તમને ભૂલીએ નાં ભગવાન, દીધું મહામૂલું વરદાન.
સામે હોય તે પૂજા કરજો,
દૂર હોય તે દિલમાં ધરજો, સ્મરણ માત્રથી સુખ દેનારા, માત પિતાને રાખે દૂભાવાજો. જેવું આપણે કરશું એવું શીખવાના સંતાન..!
આંખોમાં આંસુના દીવા,
હોઠે સ્મિતના ફૂલ,
માત પિતાની કરીએ આરતી, અવસર છે અણમૂળ.
માત પિતાથી કોઈ ન મોટું, માફ કરો ભગવાન.

Sunday, February 26, 2012
"તુષાર શુક્લ"
અમે તમોને આભે ઉડતા જોઈ રાજી રહેશું,
માળાના એકાંતને સહેશું, આંસુ પીને રહેશું,
દીકરા, ભલે ભૂલી જાજે,
દીકરા સુખી સદા થાજે.
છોને દૂર ઉડી જાજે,
તોયે સુખી સદા થાજે.
બાપના જોડામાં પગ નાખી પહેલું ડગ જ્યાં માંડ્યું,
લાપસીનું આંધણ મેલાવ્યું, અધમણ ચુરમું ખાન્ડ્યું,
મનડું બોલ્યું, ઘડપણ કેરી લાકડી, દીકરો થાશે,
ખભો મિલાવી ચાલશે જોડે,
હૈયું આ હરખાશે.
આજ હવે એ સપના તૂટ્યા,
તોય એટલું કહેશું,
દીકરા, ખમાં તને આજે..
દીકરા, સુખી સદા થાજે. દીકરાના દીકરાનો ફોટો
જોતી માં હરખાતી,
મળવા આવે એ સહુ કોઈને કહેતા એ મલકાતી,
દાદા જેવું નાક છે એનું ,
દાદી જેવો વાન,
મોટો થઈને વધારશે એ
આખા કુળનું માન.
ભલે રહ્યા તમે દૂર,
આપણા સંસ્કારો તો રહેશે,
ફોટો જોઈ રોજ સવારે
માનું મનડું કહેશે,
બાપથી અદકેરો થાજે...
બાપના જેવો નાં થાજે !બહેનીના પાલવમાં વીરા,
જવ તલ પૂરી જાજે,
રાખડીના રખવાળા માંગુ,
મારા વીરા કાજે.
બા બાપુની ઉંમર થઇ છે,
જરૂર તારી આજે,
ઘરનું આંગણ યાદ કરે છે,
જોજે, દૂધ ન લાજે.
બાપુનો સથવારો થાજે ,
એ જ તો દીકરાને છેજે..વીરા, આવ હવે આજે..પાછો આવ હવે આજે.

મસ્ત મસ્ત છે અમદાવાદ, મસ્તીમાં અમદાવાદી .
મમ્મીઓ મહારાણી અહિઆ, દીકરીઓ શહજાદી.
રોડની વચ્ચે સ્કુટર હાંકે,મોઢે બુકાની બાંધી,
સ્પીડ એમની એવી જાણે,ફરવા નીકળી આંધી.
આંખે ગોગલ્સ, હાથમાં મોજા, મોઢે ઓઢણી સાદી.
ધાડ પાડવા નીકળી જાણે દાદાઓની દાદી..
રોટલી ભાખરી ભાવે નહિ ને પીઝા બર્ગર ખાય,
ભૂખમરાને અંગ્રેજીમાં ડાયેટિંગ કહેવાય..
સતત રણકતા સેલફોનને ફ્રેન્ડસની લાંબી યાદી,
અણ સમજુ ડેડીને લાગે સમા તની બરબાદી...
માનેક ચોક ને રતન પોલ, ઘૂમે રાનીનો હજીરો,
જુના જમાનાની મમ્મીનો જીવ છે ઘણો અધીરો.
શોપિંગ મોલથી શોભી રહ્યા છે, સી. જી. , એસ, જી, રોડ,
નવા જમાનાની મમ્મીનું ક્રેડીટ કાર્ડ છે ગોલ્ડ.
હાથમાં થેલી મોટી સાથમાં શાકની નાની યાદી..
પૂરી પકોડી ખાય ટેસથી , તોય પડે નાં માંદી..

Friday, February 24, 2012
"તુષાર શુક્લ"
કોલેજ કેવી, ભણતર કેવું,
સબ કુછ એક દો તીન..
છોડ ક્લાસ ને ચાલ તું મારી સંગાથે કેન્ટીન..
મોસમ જામી છે રંગીન.
આંખ પરોવી આંખમાં આપણે બેસીએ સામે સામે,
સમય ઓગળી રહે આપણા
સ્નેહ તણા સરનામે.
આ શું કહેશે ? તે શું કરશે ? માર બધાને ગોળી.
પ્રેમ હોય કે લડાઈ,
એમાં સઘળું ચાલે, ભોળી ! મળવા માટે માંડ મળ્યું છે
બહાનું આ સંગીન.
.મોસમ જામી છે રંગીન. મિત્રોના ટોળામાં આપણે
મન મારીને રહેતા,
બહારથી અક્કડ અક્કડ આપણે અંદર અંદર ઢળતા.
એકમેકને અલપ ઝલપ જે નીરખી રહેતા આપણ,
આજે નીચું જોઇને શાને
બેઠી આમ અકારણ ?
ટેબલ તબલે તાલ પૂરાવે , ધડકન ધીનાક ધીન .
હૈયું મળ્યું છે, હાથ મળે
એ દુવા કરું..આમીન !

Thursday, February 23, 2012
"તુષાર શુક્લ"
હું એ માણસ તું એ માણસ,
તોય ન આપણે ભાઈ ભાઈ, અંતર વચ્ચે અંતર સર્જે એવી શાને ખાઈ ?
આવ, આપણે રચીએ સેતુ..
નામે " માણસાઈ " !
દેવતાઈ ગુણ દેવ બનાવે, દાનવતાથી દાનવ, માનવતાથી મળતી ઓળખ એને કહે છે " માનવ"
પીડાનાં અણસારે જેની
આંખ રહે છલકાઈ..
સહુના સુખમાં સુખી થાય ને સહુના દુઃખમાં દુખી,
સર્વોદયના સુરજ સામે જોતું સુરજ મુખી.
સૂર્ય ઉગે ત્યાં ખીલવું, જાવું આથમતા કરમાઈ..
આપણી ઓળખ આપણી આંખે છલકાતા આ ભાવ.
સ્મિત ને આંસુનો આ આખા વિશ્વમાં એક સ્વભાવ.
"માણસ " કહીને મોકલ્યા પ્રભુએ , પ્રગટ થઇ પ્રભુતાઈ..

Wednesday, February 22, 2012
"તુષાર શુક્લ"
મનડું મલકે મનમાં મનમાં..
કેવું થાતું રે જીવનમાં !
થોડું દુખ પણ લાગે ઝાઝું,
ઝાઝું સુખ પણ થોડું.
લાગે કે દુખ વહેલું આવે,
સુખને થાય છે મોડું !
જનમ ધર્યો કે આવી મળતા વનમાં કે ઉપવનમાં..
સુખ છે સૂરજ, દુખ છે ઝાકળ કોઈને એવું લાગે,
એથી સાવજ અવળો અનુભવ આવે કોઈને ભાગે.
સમય પ્રમાણે સુખ દુખ સહુને મળી રહે ત્રિભુવનમાં..
દોરા, ધાગા, માદળીયાથી
સુખ દુખ જાય ન આવે,
શ્વાસની સાથે સુખદુખ સહુએ સાથે સાથે લાવે.
લખ્યા લલાટે લેખ વિધિએ ,
ફેર પડે ન વચનમાં..

Sunday, February 19, 2012
"તુષાર શુક્લ"
ભલે ન આવે , નાં બોલાવે,
રહેજે ગમતા ઘેર, સાંવરિયા, કરજે લીલા લ્હેર,
મને પડતો નથી કોઈ ફેર.. એકની આંખો હળવા હાથે
ઢાંકી, ઓળખ પૂછતો,
એ જ ક્ષણે બીજીને ગાલે
ચૂમી પણ લઇ લેતો..
પ્રેમ તરસતા બંને હૈયા
માને કે થઇ મહેર..!
ભમરો કરતો કળીઓ કેરા કાનમાં ગુન ગુન ગીત,
એકેએક કળીને લાગે
ભમરો કરતો પ્રીત.
એક રિસાય તો બીજી ,
બાગમાં કળીઓ મળતી તેર.
.હવે રહેજે ગમતા ઘેર, મને પડતો નથી કોઈ ફેર.
નથી કાળી હું, નથી સરિતા,
તને હું ચાહું છું,
તડપું છું એ જાણીને મને તડપાવે છે તું.
પ્રેમ કરે એને સહેવું પડતું,
એ કેવું અંધેર...?
હવે રહેજે ગમતા ઘેર..
મને પડતો નથી કોઈ ફેર..!

Friday, February 17, 2012
"તુષાર શુક્લ"
હું ચાહું છું મારી જેમ, પણ તું ચાહે કે તારી જેમ,
છે જુદી રીત પણ
કરીએ છીએ જે એ છે પ્રેમ..
તું મારા કાનમાં કહે છે
,એ કહું છું મોટેથી,
કોઈનું હૈયું બોલે
કોઈ બોલે હોઠેથી.
ચૂમી લઉં હું તારા હાથ લઈને હાથોમાં, ગમે તનેય તે જે થાય મુલાકાતોમાં.
તું ય માનશે મસ્તી તને સમજાશે જેમ,
છે જુદી રીત પણ જે કરીએ છીએ એ તો છે પ્રેમ.
હું તારા કાનમાં કહું છું કે તને ચાહું છું,
તને ચાહું છું એથી તો મળવા આવું છું !
ચૂમે છે હાથ લઈને તું આ તારા હાથોમાં,
ચૂમું છું હું ય તને સ્વપ્ન ભરી રાતોમાં.
મને પૂછીશ નહિ તું એના કોઈ કારણ કે કેમ ,
છે જુદી રીત પણ જે હૈયે છે એ તો છે પ્રેમ.

Tuesday, February 14, 2012
"તુષાર શુક્લ"
આપણી વચ્ચે જે છે તે છે
પ્રેમ બેમ કે એવું તેવું ?
તું ય ન જાણે, હું ય ન જાણું, પહેલું છે તો પૂછી લેવું..!
મળાય તો મન રાજી થાય છે, મળાય નહિ તો ચાલી જાય છે. કામને વખતે કામ થાય છે,
નાં જાણું ક્યા સમય જાય છે, મિત્રોની મહેફિલ ભરાય છે, નવરાશે કોફી પીવાય છે,
દિવસ બધો તો વહી જાય છે, સાંજ ઢળે ત્યાં કૈક થાય છે..! આજ હશે કે પ્રેમ બેમ
કે વધતું ઓછું એના જેવું?
કોઈ ન જાણે એમ એકલા
ગમતું તારી સામે જોવું..
તું ય ન જાણે હું ય ન જાણું.. હૈયાને બસ, પૂછી લેવું..!

તારું કહ્યું કરું ને તને યાદ નાં કરું, પણ શક્ય એ નથી કે હું તુજને ભૂલી શકું..
કરતી ભલે ન યાદ મને, આવું છો ન યાદ, ભૂલી જજે ભલેને કરી દે જે છોને બાદ,
હોઠોની સામે જામ હો ,
હૈયા મહી તલબ,
કપરું છે કામ , યાદ નાં કરવું કહ્યા મુજબ.
તારા સ્મરણમાં જીંદગી ભર મસ્ત હું રહું,
મુશ્કેલ મારે માટે છે, કે યાદ નાં કરું..

Subscribe to:
Comments (Atom)