એક અજબ ગજબનો એકતારો, એના તારમાં ગુંજે " નાં ".
તું હી તું હી ને બદલે જો
હું ..હું..હોય તો હા !
શક્યતાના સાથીયા પૂરો શરૂઆતમાં ને ચીતરો જ્યાં ભીંતે ગણેશ, નિશ્ચિત નિષ્ફળતાના કારણનું કંકુ લઇ થઇ જાતા હાજર હમેશ. .કોશેટો ખુલે ને ઉડે પતંગિયું ને કળીઓ ખીલે ને ઉગે ફૂલ, વિસ્મય વીનાની આંખે જોયા કરે ને કાઢે કુદરતના કામમાં ય ભૂલ. ચામડીને ચોંટેલો રેનકોટ હોય તોય પાછા નીકળે લઇ હાથમાં એ છત્રી, ધરતીની પ્યાસ એને સ્પર્શે નહિ કે એને પીડેછે પોતાની શરદી.. મુઠ્ઠી ભરીને છો રંગો ઉડાડે, છે રંગ એનો કાયમનો કાળો, વાંધા વિરોધ તણા વીણી તણખલા, બાંધ્યો છે મનડામાં માળો.. એને કહી દેવું, આઘો રે થા..!
Sunday, January 8, 2012
"તુષાર શુક્લ"
એને પ્રેમ કહો કે વહેમ, તમારી મરજી છે,
હું જાણું છું,
સર્જન હારે એને મારા માટે સરજી છે
એક પતંગિયા શી નાજુક ચંચલ છોકરી,
એક ઝરણા જેવી કલકલ નિર્મળ છોકરી,
એક પાંપણ જેવી પલકે પલપલ છોકરી,
એક ઝાંઝર જેવી રણકે રણઝણ છોકરી,
એક ઝરમર ઝરમર વાદળ જેવી છોકરી,
એક પ્રેમપત્રના કાગળ જેવી છોકરી,
એક અધ ખીલેલા ફૂલ સરીખી છોકરી,
એક મનગમતી કોઈ ભૂલ સરીખી છોકરી,
એક ઘેરાતા આષાઢ સરીખી છોકરી,
એક શ્રાવણના ઉઘાડ સરીખી છોકરી,
એક હેમંતી સવાર સરીખી છોકરી,
એક ગુલમહોરી અંધાર સરીખી છોકરી,
એક રાતરાણીની રાત સરીખી છોકરી
એક પારિજાતી પરભાત સરીખી છોકરી,
એક શિરીષની બપ્પોર સરીખી છોકરી,
એક કેસુડાના તોર સરીખી છોકરી,
એક મહુડા કેરી ગંધ સરીખી છોકરી,
એક અણજાણી સુગંધ સરીખી છોકરી,
એક ગુલમહોરી છાંય સરીખી છોકરી,
એક ગરમાળાની ઝાંય સરીખી છોકરી,
એક આખે આખા બાગ સરીખી છોકરી,
એક બાળપણાંનાં ભાગ સરીખી છોકરી,
એક સાવ અકારણ હેત સરીખી છોકરી,
એક આંખમાં ઝીણી રેત સરીખી છોકરી..
છે શેના એ સંકેત સરીખી છોકરી ?
હું જાણું છું,
સર્જન હારે એને મારા માટે સરજી છે
એક પતંગિયા શી નાજુક ચંચલ છોકરી,
એક ઝરણા જેવી કલકલ નિર્મળ છોકરી,
એક પાંપણ જેવી પલકે પલપલ છોકરી,
એક ઝાંઝર જેવી રણકે રણઝણ છોકરી,
એક ઝરમર ઝરમર વાદળ જેવી છોકરી,
એક પ્રેમપત્રના કાગળ જેવી છોકરી,
એક અધ ખીલેલા ફૂલ સરીખી છોકરી,
એક મનગમતી કોઈ ભૂલ સરીખી છોકરી,
એક ઘેરાતા આષાઢ સરીખી છોકરી,
એક શ્રાવણના ઉઘાડ સરીખી છોકરી,
એક હેમંતી સવાર સરીખી છોકરી,
એક ગુલમહોરી અંધાર સરીખી છોકરી,
એક રાતરાણીની રાત સરીખી છોકરી
એક પારિજાતી પરભાત સરીખી છોકરી,
એક શિરીષની બપ્પોર સરીખી છોકરી,
એક કેસુડાના તોર સરીખી છોકરી,
એક મહુડા કેરી ગંધ સરીખી છોકરી,
એક અણજાણી સુગંધ સરીખી છોકરી,
એક ગુલમહોરી છાંય સરીખી છોકરી,
એક ગરમાળાની ઝાંય સરીખી છોકરી,
એક આખે આખા બાગ સરીખી છોકરી,
એક બાળપણાંનાં ભાગ સરીખી છોકરી,
એક સાવ અકારણ હેત સરીખી છોકરી,
એક આંખમાં ઝીણી રેત સરીખી છોકરી..
છે શેના એ સંકેત સરીખી છોકરી ?
Friday, January 6, 2012
"તુષાર શુક્લ"
કેટલાં વર્ષો આપણે આમ જ
પાટે પાટે ચાલતાં રહેશું ? સ્ટેશન આવે થોભતી ગાડી,
પણ પાટાને કેમનું કહેશું ?
આમ સમાંતર ચાલતા જાતા, પાટા ક્યાંયે મળતા નથી.
એમ જ આપણા મિલન કેરાં સપના, સખી ફળતા નથી.
કોઈ દી નાં મળવાનું આપણ , દુઃખના દિવસ એકેલા સેહ્શું . જીવન કેરી રેલનો બોજો,
તેમ છતાં ખળભળતા નથી, એક થશું તો ઉથલી જશે,
એટલે સાજન, મળતાં નથી. ક્યાંક મળીશું, ઝંખના લઇ,
આમ જ એકલાં એકલાં વ્હેશું .

Wednesday, January 4, 2012
"તુષાર શુક્લ"
કોકિલનો ટહુકો ગમે છે મને સાહ્યબા ,તો હોલાના ઘૂઘવાટે ગમવાનું નહિ ?
ગામ તણી શેરી મને ગમતી હો વ્હાલમાં, તો પાદરની કેડીએ ભમવાનું નહિ ?
રસિયા, શાને રિસાઈ જાતો, વાત કહું તે માન,
ગમતાને અણગમતું કહેવું,
તારું છે અપમાન.
તારું ગમવું આંખમાં આંજ્યું થયું ત્યારથી જાદુ,
જ્યાં જાઉં ત્યાં મનનું ગમતું નજર પડે એકાદું.
દોડવા ને કૂદવાનું આવડ્યું તો સાહ્યબા , કોડી ને પાંચીકે રમવાનું નહિ ?
ગમતું શોધી કાઢવાની જ્યાં ટેવ આ મનને પડી,
હવે કશું એ અણગમતું નાં આંખને મારી જડે.
તું ગમતો તો સઘળું ગમતું, મનગમતો મળ્યો તું,
દર્પણમાં જોઇને મુજને ગમવા લાગી હું !
ચૂડી ને ચૂંદડી મેં પહેરી તો સાહ્યબા , ઝાંઝરના ઝમકારે છમછમવાનું નહિ ?

સાગર છો સામે નાં આવે, રાહ નદીની જુવે. મોતી થઈને મળતા આંસુ , જ્યારે સાગર રુવે. કોઈ વહેતું કોઈ વાટ નીરખાતું, હૈયાને ઓવારે.
"નદી જ શાને દોડતી આવે સાગર જળમાં ભળવા?
પર્વત શિખરને છોડી શાને
ઘેલી બનતી મળવા ?
કેવળ સરિતા સાંભળે એવું સાગર શું પોકારે ? "
ઢળતી સાંજે , સાગર કાંઠે. પૂછ્યું'તું તે જ્યારે, એ યાદ આવ્યું અત્યારે..

આજ બારણાં બંધ કર્યાં ને ખોલી નાખી બારી,
ઉંબરની મરજાદ ને મારે આભની સાથે યારી.
મનડું પાળે મૌન મલાજો,
કરતું ગગન રોજ તકાજો, દૂભાવ્યા વિના રીઝવી જાણો, પ્રીતના એવા રીત રીવાજો, મનમાં ખીલતા મોગરા કેરી મહેક તો સાચવી સારી..
બારણાં કીધા બંધ ને માંડી જાતની સાથે વાત,
અંતર માંહે જંતર વાગે ,
રાત બને રળિયાત.
ચિતડાની ચોપાટ મેં માંડી,
હું જ મને ગઈ હારી.
ઘરની સાથે મનની બારી અમથી ખૂલતા વેંત,
વાયરે ચડી વ્હાલમ દેતો
હેત તણા સંકેત.
ખૂલવા સાથે ખીલવાની પણ, થઇ ગઈ તૈયારી.

મારી ગઝલમાં રૂપ જે છલકાય છે, વાંચીને હર છોકરી મલકાય છે, કોણ જાણે છે કે કોને કાજ આ ,પ્રેમ ભીના શેર આલેખાય છે? પ્રેમમાં મારા જ, જે ચાલ્યા નહિ, શેર એ પત્રો મહીં ટન્કાય છે. જેમાં દિલ માંગ્યું હતું ને ના મળ્યું, દાદ એ ગઝલો ઉપર દેવાય છે.. એને કાજે તો અજાણી રહી ગઈ, આ ગઝલ બીજે બધે વખણાય છે.
શાયરી સાધન બને, ના સાધના, એમના દીવાન બસ વેચાય છે.
એક ઝાકળ ઝલમલે છે પાન પર, કહી રહે છે, કઈ રીતે જીવાય છે.
શાયરી સાધન બને, ના સાધના, એમના દીવાન બસ વેચાય છે.
એક ઝાકળ ઝલમલે છે પાન પર, કહી રહે છે, કઈ રીતે જીવાય છે.
"તુષાર શુક્લ"
ठंडमे सिकुड़नेका, गर्मियोमे पिघलनेका, बारिशोमे बरसनेका, खिडकीसे निहारनेका , दरवाजा ताकनेका, बिस्तरकी सिलवटोंपे प्यारसे उंगलियाँ फेरनेका, बाथरुम्मे बाल्तिसे गिरते पानीके साथ गुनगुनानेका, बेटीके बाल बनानेका, रसोइमे कुकरकी सिटी सुननेका,भोजन चबाते हुए आवाज करनेका, रातको छतपे साथ साथ टहलनेका, चाँदनीमे चुपचाप खड़े रहेनेका, तारोकी गिनतीमे फिरसे भूल करनेका, आयनेमे देखके अंगड़ाई लेते हुए शर्मानेका, शर्टके टूटे बटनको याद करनेका, कामकाजके समय यूँही अकेले मुस्कुरानेका , घर आकर दरवाजा खुला पानेका, प्रियको गले लगानेका,बेटेकी मोटर सायकिल के पीछे बैठनेका, जानी अनजानी सडकों पे घूमनेका,अपने पते पे वापस आनेका और खुदका पता पानेका नाम ही है सुख ! यह सुख आपको वर्ष भर मिले..मिलता ही रहे ऐसी शुभ कामना!
"તુષાર શુક્લ"
આજ સવારે થયું મને કે,
ચાલો તમને મળું..
પરોઢ આંજી આંખનું કોઈ
સપનું થઈને ફળું.
ફૂલના ખીલવાનું કોઈ કારણ ગણાય નહિ.
અમથું અમથું એમ જ કોઈને મળવા જવાય નહિ ?
સુરાહિમાં તો ખુબ છલકાતા, આજ જામમાં ઢળું...
જીવતરનું છે એટલું તારણ, જીવવું ગમતું સાવ અકારણ.. મળશું ત્યારે ભળશું એવી , હૈયાને છે હૈયાધારણ.
લગીર અમથી લાગણી જોઈ લાખ વાર હું

આંખોમાં દીવા આંસુના , તોરણ ઉદાસીના, સપનાના મહેલને જુવો,સજાવે છે સમય. સમજીને હોઠ બંધ છે, હૈયું કરે સવાલ, આનું જ નામ પ્રેમ છે, શું આજ છે પ્રણય?
પિંજર પૂરીને પંખીને રાખી શકાય, પણ, ટહુકાને એવી રીતથી પામી શકાય નહિ. ખોવાના દુઃખથી વધુ, પામ્યાની વેદના, એવો મુકામ સ્નેહમાં આવે છે, ઓ હૃદય ? આનું જ નામ પ્રેમ છે ? શું આજ છે પ્રણય ?
હૈયું ને હોઠ બેઉ એ જાણી ગયા હવે, કે, પ્રેમમાં પ્રત્યક્ષ મિલનની જરૂર ક્યાં? છોડીને ફૂલ, છોને ઉડી જાય પતંગિયું, મહેફિલમાં મહેંકની, ન હોય જય કે પરાજય.
સપનાના મહેલને ભલે સજાવતો સમય..આનું જ નામ પ્રેમ છે ને આજ છે પ્રણય.

દીવાની રોશની ચૂપચાપ આજ પાછી વળે,
બધું ઢંકાઈ જાય મખમલી અંધાર તળે.
ભલે ન રોજ મળે ,આજ એવી રાત મળે..
હાથમાં હાથ હો ને શ્વાસ મહી શ્વાસ ભળે,
તરસતા જામ પરે જેમ કો સુરાહી ઢળે..
ભલે ન રોજ મળે, આજ એવી રાત મળે..
મળે તું, ઓગળે તું ,આજ એવું સ્વપ્ન ફળે,
આ તારા સ્પર્શનો લાવા હથેળીઓમાં બળે.
.ભલે ન રોજ મળે, આજ એવી રાત મળે...
બધું ઢંકાઈ જાય મખમલી અંધાર તળે.
ભલે ન રોજ મળે ,આજ એવી રાત મળે..
હાથમાં હાથ હો ને શ્વાસ મહી શ્વાસ ભળે,
તરસતા જામ પરે જેમ કો સુરાહી ઢળે..
ભલે ન રોજ મળે, આજ એવી રાત મળે..
મળે તું, ઓગળે તું ,આજ એવું સ્વપ્ન ફળે,
આ તારા સ્પર્શનો લાવા હથેળીઓમાં બળે.
.ભલે ન રોજ મળે, આજ એવી રાત મળે...
"તુષાર શુક્લ"
એક ગુણ્યા એક થતાં બેઉના હૈયામાં રણકી ઉઠે છે સ્નેહ ઝાંઝરી ,
એક વત્તા એક જ્યારે બે જેવું થાય ત્યારે કોળિયામાં આવી જાય કાંકરી.
ઓરા આવીને બેઉ ઓગળતા જાય ,એના પડછાયા હોય નહિ જૂદા,
દરિયામાં ભેદ બધા ઓગળી એ જાય, કોણ નૌકા ને કોણ છે નાખૂદા !
એક ભાગ્યા એક થતા એવું કંઈ થાય ,જાણે વીંધ રે વિનાની કોઈ વાંસળી..
ગણી ગણી જીવવું કે જીવીને ગણવું એને જીવતર કહું કે ગણિત ?
શ્વાસના હિસાબ અને ધબકારા માફ, એ જીવવાની ખોટી છે રીત.
એક ઓછા એક થતાં પાછા બે થાય ત્યારે ,
વેદનાની વેલ રહે પાંગરી...

નદીઓની વારતામાં એવું આવે કે એક સોનેરી વાળવાળી છોકરી, જળમાં ભીંજાય અને ચાંદનીમાં ન્હાય, એની ગીત ગઝલ કરતા'તા નોકરી. છોકરીને એક રાત સપનું આવ્યું કે એના સોનેરી વાળ સાવ કાળા! આંખોમાં એક એક સળીઓ ગૂંથીને કોઈ માળા રચે છે હુંફાળા. ઝાકળના ઝમકારે નીંદર ઊડી ને કોક પગલામાં ઝળહળતી ઓસરી.
છોકરીએ કાંઠાને કીધો સવાલ, ત્યારે કાંઠાએ કળીઓને ચીંધી, જાણતલ કળીઓએ દીધો જવાબ, આમ રાખીને આંખો અધ મીંચી," બોલકા પવન કેરી લ્હેરે ચડીને કોઈ ડુંગર પછવાડે રહ્યું નોતરી".. છોકરીએ છોડાવી કાંઠાની આંગળી ને વહી ચાલ્યા વહેણ દૂર દૂર ,રૂંવાડે રૂંવાડે ભરતીના ગીત અને લહેરોમાં સાગરના સુર.. વહેતી હવામાં એક અણજાણ્યું નામ, રહું અણજાણી લિપિમાં કોતરી..
પછી નદીઓની વારતામાં એવું આવ્યું કે પેલી સોનેરી વાળવાળી છોકરી, ગીતોમાં ન્હાય અને ગઝલે ભીંજાય અને મોસમ કરે છે એની ચાકરી...

માટી પોષે છે, ફૂલ પોષાય છે, વાદળ વરસે છે ફૂલ સિંચાય છે, પવન વહે છે, ફૂલ લહેરાય છે, આકાશ ખૂલે છે, ફૂલ ખીલે છે, પંખી ટહૂકે છે , ફૂલ તહૂકાય છે, પતંગિયું ઉડે છે , ફૂલ રેલાય છે.. આ સઘળું આંખોને દેખાય છે, પણ, ફૂલ એમાંથી કોઈનું ય ક્યા થાય છે? કારણ, ફૂલ જાણે છે કે આ બધા તો બધા માટે છે, ને એથી જ, ફૂલ,
માટી વડે ખરું પણ માટીનું નહિ, માટી માટે નહિ. વાદળ વડે ખરું, પણ વાદળનું નહિ, વાદળ માટે નહિ, પવન વડે ખરું પણ પવનનું નહિ , પવન માટે નહિ. આકાશ વડે ખરું ,પણ આકાશનું નહિ, આકાશ માટે નહિ. પંખી વડે ખરું પણ પંખીનું નહિ, પંખી માટે નહિ, પતંગિયા વડે ખરું પણ પતંગિયાનું નહિ, પતંગિયા માટે નહિ..
એ તો બસ છેકેવળ તુષારનું.. તુષાર માટે ..કારણકે એ જાણે છે કે તુષાર ધરતી પર આવેછે જ કેવળ ફૂલ માટે..ને એટલે જ ફૂલ એમાં ભીંજાય છે.. એનું થાય છે..એમાં સમાય છે.
.બસ , આંખોને જુદું દેખાય છે.

મુને ગમતી શિયાળાની મોસમ , જુવાન ,
એના દિવસો ટૂંકા ને રાત લાંબી,
ચંદનના ઢોલીયા ઢળાવ્યા હો રાજ,
મને નાં જોઈએ કડલા કે કાંબી.
ઉનાળુ એકલતા જીરવી જવાય ,એના દિવસો લાંબા ને રાત ટૂંકી,
ચોમાસે ઓઢણીનાં મોરલાઓ બોલે,
અલી, નીરખીલે વાટ ઝુકી ઝુકી, કમખાની કસ્સ હવે કેમ કરી બાંધુ ?
મારી આંગળીઓ જાય નહિ આંબી.
. બળબળતા વાયરા ને ઉના ઉજાગરાને,
ઊંબર પર બેસી વળાવ્યા.
મારા નીશ્વાસને મેં તારા વિશ્વાસ તણી ,
આંગળીએ હેતથી ભળાવ્યા . હવે મોલે પધારો તો હું જાણું, હો રાજ,
રાત મેડીમાં ઊતરે ગુલાબી ..

ફિલ્મોના આગમન પછી પ્રત્યેક પેઢીને પોતાના સ્વપ્ન નાયક નાયિકા મળ્યા છે. .મૂંગી ફિલ્મોના સમયે પણ. આઝાદી પૂર્વે અને પછીના તરતના સમયમાં પૃથ્વીરાજ કપૂર અને સોહરાબ મોદી, ત્યારબાદ મોતીલાલ અને બલરાજ સહાની જેવા અભિનેતા અને રાજ, દિલીપ અને દેવાનંદ જેવા સિતારાએ જૂની પેઢીના હૈયે રાજ કર્યું. કોઈના હૈયે શમ્મી કપૂર તો કોઈને રાજેન્દ્ર કુમાર.. તો વિશ્વજીત પણ ખરા..માત્ર ફિલ્મ અને ગણ્યા ગાંઠ્યા મેગેઝીનનો એ સમય ..ને છતાં અપાર લોકપ્રિયતા..એ પણ દાયકાઓ સુધી. એમાં કથા અને ગીત સંગીત ઉપરાંત આ કલાકારોની અદાનું પણ એટલું જ મોટું યોગદાન.અભિનય શૈલી અને ટેકનીક બદલાયા છે ત્યારે પણ એમને યાદ કરવા ગમે એવો જાદુ હતો એમનો. નિમ્ન મધ્યમ વર્ગની વસાહતોમાં જાહેર સ્થળે પરદો બાંધીને આ ફિલ્મો બતાવાતી . ઘેરથી લાવેલા કોથળા પર કે ધૂળમાં બેસીને એમને જોયા કર્યાની સ્મૃતિ આજે ય મુગ્ધ કરે છે...પવન સાથે હાલતો એ કાપડનો પરદો અને ડોલતા દેવ સાબ..ટ્રેનની નીચલી પાટલી પર નાયક બેઠા હોયને ઉપરની પાટલીએ નાયિકા હોય..એ રોમાંસ હજી ય ટ્રેનની સફરમાં સાથે હોય છે.. અને હજી ય " ખોયા ખોયા ચાંદ .." સાથે અનુસંધાન અનુભવાય છે..ભલે એ અમારા બાળપણનાં દિવસો હતા પણ આ રોમાંસ એમણે અમને વારસામાં આપ્યો..અમે એમના ઋણી.
"તુષાર શુક્લ"
સાત પગલાં જ્યારથી ચાલ્યા છીએ સંગાથમાં,
આપણું હોવું સતત છે સાથમાં. આપણે ઓગળતાં રહ્યાં એમ શ્વાસમાં,
જીવવું બસ, વ્હાલમાં વિશ્વાસમાં
. જેમ સાગરમાં ભળી કોઈ નદી, વિસ્તરે છે, લૂપ્ત નાં થાતી કદી, એમ વિસ્તરતાં શીખ્યાં સહવાસમાં..
જીવવું બસ, વ્હાલમાં વિશ્વાસમાં.
પ્રેમ ને શ્રદ્ધ્ધા પરસ્પર રાખીને,
આપણે જીવીએ હૃદયની સાક્ષીએ,
ઓગળ્યા અંતરના અંતર બાથમાં.
જીવવું એવું રહે આ ભાગ્યમાં..

આપણે દીકરીને દીધી વિદાય, તોય આવ્યાના ભણકારા થાય. દીકરી કોઇથી નાં કોઈ દી વિસરાય,
આખા ઓરડામાં દીકરી વરતાય
. જોઇને તસવીર એની, જમવાનું ભૂલો તમે,
સમયને ભૂલી જઈ ઝૂલા પરે ઝૂલો તમે,
આપણા આંગણીએથી ઉડી ગઈ મેના, એના
યાદ કરો રોજ રોજ ટહુકા અમોલા , તમે
. છોને મુખડું આ મીઠું મલકાય, આંખો આંસુડે છાની ઉભરાય. રાત જાગી વાટ જોતા, જ્યારે થાતું મોડું એને,
ચીડાતાતા મારી ઉપર, લડતાતા થોડું એને,
ઓરડામાં આંટા દેતા ફોન પાસે ઉભા રેતા,
ફોન લેતા હાથમાં અને થાય લાવ જોડું એને,
ફોન લાગે ને વાત નવ થાય, "હાલો" સાંભળતા ડૂમો ભરાય..
દીકરી કોઇથી નાં કોઈ દી વિસરાય, આખા આયખા પર દીકરીની છાંય

લગ્નોત્સવ પૂર્ણ થયો હોય એ ઘરની સ્થિતિ વિશિષ્ટ હોય છે. લાગણીઓના ઉતાર ચઢાવ ઉપરાંતની ય એક વિશેષતા જોવા મળે છે..અને એ છે ઘરની પહેરવા માટે છેલ્લી ઘડીએ નાં પસંદ થયેલી સાડીઓ, પસંદ થયેલી સાડીઓ, ચોળાયેલા વસ્ત્રો, હેંગર વગર પડેલા સૂટ ને ટાઈ, ટેબલ ઉપર વેર વિખેર સાચા ખોટા ઘરેણા અને સાચા ખોટા વાળ ને ચીપિયા ને વેણીમાંથી ખરેલા ને ખૂણે પડેલા ફૂલ..ઘરની કોઈ ખીંટી ખાલી નહિ..મહેમાનોએ ઉતારા રૂપે માણેલી સગવડ પછી છોડેલા અને ભૂલેલા અવશેષો..
હાલ ખોવાયેલી અને પછી કદાચ જડનારી કે ન જડનારી અનેક વસ્તુઓ..અસ્ત વ્યસ્ત છતાં મસ્ત લાગતું ઘર..અને
અલસગમના પત્ની ને જોઇને મલકાતો આળસુ પતિ..આપણા ઉત્સવોની મજા આ છે કે એ વીતવા છતાં બાકી રહી જાય છે..નવા ઉત્સવની વાટ જોવાય છે.

પત્ની કરે સવાલ તો એમાં શંકા નથી, છે વ્હાલ.
કરે છે અણગમતાનો ગુલાલ, કે એમાં શંકા નથી, છે વ્હાલ.
પત્ની માટે પ્રશ્ન પ્રેમ છે, પતિને મન છે વહેમ પ્રેમ પત્ર ને પ્રશ્ન પત્રમાં ફેર નથી કોઈ એમ ,
બેઉમાં કોમન એક સવાલ " આંખ કા ઉજાગરાથી લાલ ? "
પ્રેમ હોય કે પ્રશ્ન, બેઉની રાશિ અંતે એક, પ્રેમપત્ર ને પ્રશ્નપત્રમાં રાખવી એક જ ટેક,
ભૂલને કબૂલવામાં માલ.
પ્રેમ બેઉની ભીતર છલકે, દૂર હોય કે પાસ, અંતર વચ્ચે અંતર કેવું? પ્રેમ તો બારે માસ.
પ્રેમની હોય નહિ ગઈ કાલ. પ્રેમની એજ ખરી કમાલ.

આમંત્રણ આપવાની ય કળા હોય છે.સમયસર થી માંડીને અવસર વીત્યે મળે તેમ પણ પહોંચાડાય છે. ટાળવાની વિનયી રીતો પણ પ્રચારમાં છે જ . ન મોકલવા છતાં ય મોકલ્યું હોવાના અને ન મળવા માટે પોસ્ટ અને આંગડીયાને ય જવાબદાર ઠેરવી શકાય છે. પોતાનું ગણીને આવી જ જવાનું હોય ને એમ સામા ગળે ય પડી શકાય છે. આમંત્રણના અર્થ ઘટનની હવે સમજ પણ આવી ગઈ જોવા મળે છે. શ્રીમાન કે શ્રીમતી કે સુશ્રી હોય તો એક , શ્રીમાન અને શ્રીમતી હોય તો બે, સહકુટુંબ હોય તો સહુ..કંકોત્રી મળે ત્યારે જ કવર ઉપર વાંચી લેવાય છે અને એ ક્યારેક ચર્ચાનું કારણ પણ બને છે. ક્યાંક એમાંથી સંબંધોની નિકટતા તો ક્યાંક સંખ્યા મર્યાદિત રાખવાના કારણની ય ચર્ચા ચાલે છે. કેટલાક વળી કાર્ડ જોઇને જે ખૂટ્યું હોય તે તરફ ધ્યાન પણ દોરે છે. અનેક કંકોત્રી મોકલતી વખતે ભૂલ સ્વાભાવિક છે. .પણ કેટલાક નિર્ણયો વાસ્તવિકતાની ધરા પર લેવા પડે છે. સંખ્યા ઓછી કરે તેને સ્નેહ ઓછો ન હોય એમ પણ બને.
"તુષાર શુક્લ"
લગ્નની મોસમ છલકે છે. સંગીત સંધ્યામાં ગરબા ઉપરાંત હવે ગીતોએ પણ સ્થાન મેળવ્યું છે. હિન્દી ફિલ્મ ગીતો, પંજાબી અને રાજસ્થાની લોકસંગીતની સાથે હવે ગુજરાતી ગીતો પણ રજુ થાય એવો આગ્રહ રખાય છે. પણ આવા આયોજન પૂર્વે આપના કુટુંબીજનો અને આમંત્રિતોની અપેક્ષા અંગે પણ વિચારી લેવું જરૂરી છે. આમ કરવાથી કલાકાર અને યજમાન બંને ને રાહત. કલાકારના આગમનથી લઈને વિદાય સુધી એનું ગૌરવ જળવાય એ યજમાનની ફરજ છે. અને એવું જ મહત્વનું છે કલાકાર સાથે નક્કી થયેલ મહેનતાણું સમય સર ચૂકવાય તે. એમાં કાપકૂપ કરવી,કે ચૂકવવામાં જ દાંડાઈ કરવી તે અયોગ્ય છે.મજૂરનો પરસેવો સૂકાય તે પહેલા અને કલાકારનો સ્વર શમી જાય તે પહેલા એને એનું પારિશ્રમિક મળી જવું જોઈએ જ . તે સિવાય આવા આયોજનો એ કલાપ્રેમનો દંભ કે દેખાડો જ બની રહે. કલાના અજ્ઞાનને પણ સૌજન્યની મદદથી અપ્રગટ રાખી શકાય અને કલાની જાણકારી પણ અવિવેકમાં ઓજપાઈ જાય.
"તુષાર શુક્લ"
લગભગ ૧૦ કે ૧૨ વર્ષની દીકરી કે દીકરાને સરસ ગુજરાતી ભાષામાં બોલતા સાંભળવા મળે ત્યારે મન રાજી થાય છે. એમાં પણ આવા બાળકો પોતાના ઘર પરિવાર કે પોતાના સ્વાદ,શોખ કે સંબંધો વિષે પણ ગૌરવ અને આત્મસન્માન સાથે કૈંક કહે ત્યારે આનંદ થાય છે. આવા બાળકો પણ મસ્તી તોફાન તો કરે જ છે, પણ એ ઉપરાંતનું ય એક વ્યક્તિત્વ ધરાવે છે. એમનું વાચન, એમનું ચિંતન એમની વાતોમાં, એમની સરસ ભાષામાં પ્રગટ થાય છે ત્યારે કેટલાકને એ ઠાવકા, ઠરેલ, ચાવળા અને ચાંપલા પણ લાગે છે. એમનું માનવું છે કે એ બાળકો પોતાની વયને અનુરૂપ નથી વર્તતા. આવી માન્યતાનાં મૂળમાં આ મોટેરાઓની ગેરસમજ જ હોય છે. આસપાસના વાતાવરણથી જુદું આવું વ્યક્તિત્વ એમને વાયડું કે દોઢ ડાહ્યું લાગે છે. પણ પોતાના વાતાવરણથી જુદી પ્રતિભાઓ પ્રત્યેક સમયે હોય છે અને એનો આદર ન કરનારા પણ હોય જ છે. તમારી આસપાસ આવા બાળકો હોય તો એમનો આદર ન કરો તો ભલે , ઉપહાસ ન કરશો કારણકે કાલે કદાચ એને ઓળખાતા હોવાની બડાશ મારવાની તમને તક મળે..!
"તુષાર શુક્લ"
આજે બાળ દિન. બાળકોને એમની ફરજો યાદ અપાવવા માંગનારાઓ માટે,બાળકોના અધિકાર વિષે જાણવાનો દિવસ.બાળકો તોફાની હોય, અણસમજુ હોય, નાદાન હોય...કારણકે એ બાળકો છે. બાળકો અવિનયી હોય,અસંસ્કારી લાગતા હોય, અશિસ્ત આચરતા હોય, ત્યારે સમજવું જોઈએ કે કોઈક મોટેરા પોતાની ફરજ ચૂક્યા છે. બાળકોને કેળવણી એ મોટેરાની આવડતનો વિષય છે. આરંભના પાંચ વર્ષોમાં એ જે શીખે છે એની અસર જીવન ભરરહે છે.એની કુમળી વયે એને ઘડનારા હાથ કયા છે અને એ કેવા હોવા જોઈએ એનો નિર્ણય મોટેરા પર છે. અને એ જ એમની પરીક્ષા છે. એના પર બાળકના જ નહિ, મોટેરાના અને સમાજના ભવિષ્યનો આધાર છે. જવાબદારીથી ભાગનારાઓ અધિકાર બાબતે જાગૃત હોય છે..! "હાઈબ્રીડ" એ ઝડપી વિકાસની નહિ, ઝડપી વાપરાશની ઉતાવળ માંથી શરુ થયેલી પ્રક્રિયા છે અને એ બાળકોના સંદર્ભે ય લાગુ પડાઈ રહી છે. વવાય તે કરતા ઝડપે લણવા ઉત્સુકો માબાપ બન્યા છે ત્યારે કણસલાની ફરિયાદ કોણ સાંભળે..?
"તુષાર શુક્લ"
લગ્નોની મોસમ છલકાવાની તૈયારીમાં છે..ત્યારે લગ્નોત્સુકોને આટલી વિનંતી..તમે અલ્પ શિક્ષિત હો કે અતિ શિક્ષિત, મહેરબાની કરીને અશિક્ષિત સાબિત ન થશો. સાચું અને સારું શું છે એ જાણવા છતાં ય ખોટા નિર્ણય કરીને બાળકોને માટે બોજા રૂપ ન બનશો. પટાવાળાની નોકરી માટે પણ લઘુત્તમ લાયકાત નક્કી છે, પણ માં બાપ બનવા માટેના કોઈ જ ધારા ધોરણ નથી એનો ત્રાસ બાળકોએ ભોગવવો પડે છે બાળકોના બાળપણનો ભોગ લેનારાઓ ગુનેગાર જ છે.માના દૂધ જેટલી જ મહત્વની માતૃભાષા છે એવું આપણાં લાભાર્થે ,પશ્ચિમનાં વિદ્વાનોએ પણ કહ્યું છે! એક વિષય તરીકે અન્ય ભાષા અને માધ્યમ તરીકે માતૃભાષા જ યોગ્ય છે . જગત એના ઝળહળતા પરિણામોથી ઉજળું છે. અંધકાર છે તો માત્ર આપણે ત્યાં છે. લગ્ન પહેલા આ અંગે સ્પષ્ટ થાવ .લગ્નની આઠમી પ્રતિજ્ઞા રૂપે હવે કહેવાવું જ જોઇશે કે : આપણાં સંયોગથી ખીલેલું ફૂલ આપણાં અણઘડ પ્રયોગોથી કરમાય નહિ તે આપણે જોઈશું .
"તુષાર શુક્લ"
વિદ્વાત્તાને સ્થળ સમયની સીમા નડતી નથી એ કાલજયી છે. વિદ્વતા અને નમ્રતા જે સન્માન પ્રાપ્ત કરે છે તે સ્થાન સત્તાની ખુરશીને દોહ્યલું છે..દર્ભાસન હંમેશા સિન્હાસનથી ઉચ્ચ જ રહેવાનું. વ્યાસપીઠ અને વિદ્યાપીઠ સચિવાલયથી મહિમાવંતી જ રહેવાની. માત્ર, એના પર બેસનારની ઊંચાઈ એમાં વધ ઘટ કરે છે.
"તુષાર શુક્લ"
આંગણાની ધરતીમાં મૂળ નાખનારું વૃક્ષ જ્યાં સિંચાય છે ત્યાં સંબંધાય પણ છે. આંગણાનું વૃક્ષ પરિવારની પીડા અને પ્રસન્નતાને સંવેદે છે.મકાનની દીવાલો માત્ર સાક્ષી બને છે, વૃક્ષ સાક્ષીભાવે નથી જોતું. એ પરિવારના સભ્ય રૂપે જીવે છે. ઘરની બહાર હોવા છતાં એ ઘરની અંદર છે. ઘર એની ભીતર છે. ઘરની દીકરી પરણીને સાસરે જાય ત્યારે એ ડૂસકું ભારે છે...અને ઘરની વહુઆરુનો ખોળો ભરાય ત્યારે લીલુછમ મલકાય છે.
કપાયેલા શિરીષ વૃક્ષની સુગંધિત સ્મૃતિ મને આજે પણ ત્યાંથી વાહન ચલાવતા રોકે છે. "
કપાયેલા શિરીષ વૃક્ષની સુગંધિત સ્મૃતિ મને આજે પણ ત્યાંથી વાહન ચલાવતા રોકે છે. "
"તુષાર શુક્લ"
દિવાળી ગઈ..નવું વર્ષ શરુ થઇ ગયું. સાલ મુબારકના દિવાળી કાર્ડને બદલે કંકોત્રી આવવા લાગી છે. નવું વર્ષ નહિ, નવું જીવન શરુ થશે. સત્કાર સમારંભના આમંત્રણ વાંચું છું. આ આપણાં આગમનનો સત્કાર સમારોહ નથી. આપણને જમવા બોલાવનાર વાસ્તવમાં ઈચ્છે છે કે આપણે નવ દંપતીના સ્નેહ જીવનના શુભારમ્ભના પ્રસંગે એમના સ્નેહનો સત્કાર કરીએ, અને હા, હવે આ કાર્ડ બરાબર વાંચીને જવું જરૂરી છે..એ સગા વહાલા અને મિત્ર મંડળ સહિત પધારવાનું નિમંત્રણ નથી. એમાં એક/ બે/ સહ કુટુંબ લખ્યું હોય તો જોવું જરૂરી. આવું ન લખનાર ,કાર્ડમાં સંબોધન રૂપે કે કવર પર લખેલા નામમાં ઈશારો કરી જ દે છે કે શ્રીની સાથે શ્રીમતીએ આવવાનું છે અને છોકરાં ક્યાંક મુકી આવવાના છે !ચાંલ્લો લેવા વિષે ફોડ ન પાડનાર પણ ફૂલો લાવવાની નાં લખી શકે..!
"તુષાર શુક્લ"
એક કલાકાર તરીકે આપણને ગમતી કળા પ્રવૃત્તિમાં અભિવ્યક્ત થવાનું પહેલું કારણ તો છે આપણી પોતાની ઈચ્છા,પણ એ પછી વાત આવે છે એને ભાવકો સુધી પહોંચાડવાની,એનું પ્રત્યાયન થતું જોવાની. ક્યારેક એવું લાગે કે આ અભિવ્યક્તિને યોગ્ય પ્રતિસાદનથી મળતો.ત્યારે કલાકાર એને સ્વીકૃતિ મળે તેવા પ્રયાસ તરફ વળે છે અને એમાં મળતી સફળતા કે નિષ્ફળતાને જ મહત્વની ગણીને એની પાછળ જ લાગ્યા રહે છે. જે કળા પ્રવૃત્તિને આપણે આપણાં જીવનના ઉત્તમ વર્ષો આપ્યા હોય એને પણ સ્વીકૃતિ માટે સર્વથા સાનુકૂળ વાતાવરણ ન જોવા મળે ત્યારે નિરાશ પણ થવાય, પણ પછી સમજાય કે "સહુની સ્વીકૃતિ "એ તો એક પૂરી ન થાય તેવી અપેક્ષા છે. આવા સમયે આપણાં પ્રયત્નો વિષે વિચારવું, ભાવકોની સજ્જતાનો વાંક ન કાઢવો. સફરના આરંભે જ ક્યા પહોંચવું છે એનો વાસ્તવિક અંદાજ બાંધ્યો હોય તો વર્ષોની સાધના બાબતે નિરાશ ન થવાય.
"તુષાર શુક્લ"
હા...શ..ખીચડી બની..! એક પરંપરા મુજબ વાકબારશથી લાભપાંચમ સુધી ખીચડી ન બને. એનો અર્થ એમ પણ નહિ કે રોજ લાપસીના આંધણ મેલાય ..પણ ખીચડીની હાંડલી ચૂલે ન ચડે ..ખીચડી સર્વથાભોગ્ય અને સહુને ઉપલબ્ધ એટલે એનો મહિમા તો ખરો જ, પણ તહેવારોમાં શીરો, કંસાર, બીરંજ અને લાપસી જેવા ઘરેલું મિષ્ટાનનો મહિમા. હવે પાછી ખીચડી આવી ગઈ..દિવાળીના ભોજન પછી પેટને ય આનંદ આનંદ..પાછું બધું પૂર્વવત..મીઠાશનો સ્વાદ હવે સ્મૃતિ અને ખીચડીની સચ્ચાઈને સ્વીકૃતિ..!
"તુષાર શુક્લ"
સમજીએ તો બહુ સૂચક છે આ દીપોત્સવીના તહેવારોની વ્યવસ્થા. વાંકબારશથી શરુ થઈને જ્ઞાન પંચમી..વાણીનો સદઉપયોગ જ જ્ઞાનને સાર્થક કરે અને એ જ આપે જીવનમાં લાભ. જ્ઞાનને "લાભ " કહેનારા વિચારકોએ સાધનને [ધન તેરશ] સાધનાને [ કાળી ચૌદશ ] અને સ્નેહને [ ભાઈ બીજ ] વચ્ચે જ સમાવી લીધા છે. જ્ઞાન પામીએ અને લાભ મેળવીએ..જ્ઞાન વહેંચીએ અને અન્યને લાભના અધિકારી બનાવીએ.જ્ઞાન વહેંચવા અને પામવા બંનેમાં લાભ.
"તુષાર શુક્લ"
તહેવાર મનાવવાની શૈલી બદલાઈ ગઈ છે.. રાજમાર્ગ સૂના છે. સાલ મુબારક કહેવા જનારા ઓછા દેખાય છે.મધ્યમ વર્ગનો એક મોટો ભાગ હપ્તેથી મોટર લાવ્યો છે. હવે સ્કૂટર પર બેસીને સાલ મુબારક કહેવા નીકળતા પરિવારો રસ્તે દેખાતા નથી. એક સ્કૂટર પર પાંચ જણ એ સામાન્ય હતું..એક સરખા કપડામાં સજ્જ બાળકો અને લગ્ન સમયની સાડીમાં પત્ની..તથા સૂટ પહેરેલા પતિ હવે જોવા નથી મળતા. ઘેર ટેબલ પર ઘૂઘરા, સુંવાળી, મઠીયા, જાડી સેવ અને મોહનથાળ પણ નથી. સુકો મેવો હવે લક્ઝરી નથી રહ્યો. પગે લાગનારા પરિવાર જનો બહાર ગામ ગયા છે એટલે બોણી ય ગજવામાં જ રહી છે.SMS કરવા અને વાંચ્યા વગર ભૂંસવાની પ્રવૃત્તિ ચાલે છે.
"તુષાર શુક્લ"
નવા વર્ષ માટે ઘણા વખતે તારીખિયું, ડટટા વાળું, ખરીદ્યું..ભગવાનના ચિત્ર સાથેનું. બાળપણમાં આ જ હતું..કેલેન્ડર બહુ પછી આવ્યા. આખો મહિનો એ ક જ પાના પર હોવાનો ત્યારે આનંદ હતો, આજે કંટાળો. એટલે જ કદાચ આ તારીખિયું લેવાનું મન થયું હશે.. રોજ નવું પાનું..વિસ્મય..ને આપણે જ એ દૂર કરવાનું.. વળી નવું પાનું..નવું કુતુહલ..આખા વર્ષના પ્લાનારનો ત્રાસ હવે નહિ જ.
"તુષાર શુક્લ"
નવા વર્ષનો આરંભ..આરંભનો આનંદ છલકે છે..હજી આળસ અને આરામનો વૈભવ છે..સ્મૃતિ,સંબંધો અને સ્વાદ મણાય છે..ગમતાનો સાથ છે..સ્થળ અને સંગાથ બંને પ્રસન્નતાના પૂરક છે..આ બધું થોડા સમયનું છે એની જાણ છે,પણ એની જરૂર પણ છે, કારણકે એ જીવવાને અર્થ આપે છે..અને એટલેજ એને મનથી માણીએ. બાળપણમાં મમ્મી કહેતી કે ઉતાવળે નાં ખવાય, પેટમાં દુખે. બરાબર ચાવીને ખાઈએ તેનું લોહી થાય. આનંદનું પણ એવું જ..આરામના સમયમાંથી મળેલો આનંદજ કામના સમયે શક્તિ આપશે..એટલે જ,સ્વાદ,સ્થળ, સંગાથ અને સ્મૃતિને મન ભરીને માનો..સ્મૃતિ સર્જવાનો ય આ જ અવસર છે..
"તુષાર શુક્લ"
તહેવારનો આનંદ છલકે છે..ઉત્તમ વિચાર, સહુ માટે સદભાવ, જાગે છે. આ પર્વનું જાદુ છે જે સંકલ્પ સ્વરૂપે થોડા સમય રહેશે પણ ખરું. આપણે કેવા હોવું જોઈએ એ આપણને યાદતો છે જ ..જીવાતા જીવાતા ભૂલી જવાય છે,એટલું જ. હવે જાતભાતના રંગ રૂપ ધરાવતા કોડિયા,મીણબત્તી અને ઈલે.લાઈટ આવી ગયાં.અનુકુળતા પરિવર્તનની જનની છે. અસલનું કોડિયું પ્રગટાવવાની પ્રક્રિયા હવે ન રહી. ઈલે.લાઈટ આપણી ઈચ્છા પ્રમાણે [અને પાવર સપ્લાય પ્રમાણે] ચાલે !અસલના માટીના કોડિયાની વાટ ટમટમે,પવનમાં કંપે.એ ટકવાનો પુરુષાર્થ કરે..જીતે પણ અને હારે પણ. પણ વર્ષની છેલ્લી રાતે અને નવા વર્ષના આગમને જીવવાની રીત શીખવી જાય..સંકલ્પ વગર, સહજ હોવાનો આનંદ..!
"તુષાર શુક્લ"
દિવાળીના તહેવાર નિમિત્તે ઘર આંગણની સફાઈ થાય. એ દરમિયાન ખોવાયેલું જડે અને જડેલું ખોવાય પણ ખરું. સ્મૃતિની શેરીમાં લટાર મારવાનો ઉત્સવ છે આ.પણ શેરીમાં લટાર મારતી વખતે કુંડાળામાં પગ ન પડી જાય એનું ધ્યાન રાખવાનું વડીલો કહેતા.ઘરનો કકળાટ કાઢીને કરેલા કુંડાળા ચાર રસ્તે જોવા મળતા. આમ તો શેરીમાં કોના ઘેર શેનો કકળાટ છે તે સહુ જાણે, અને આમ એને બહાર મુકવા જવાની શરમ પણ નહિ, કારણ કે એ પછી પણ એ ભાગ્યે જ બંધ રહે..! પણ નવા વર્ષે નવી શરૂઆતની સાથે એક નવી તક લેવાનો પણ આશય. એક મનોવૈજ્ઞાનિક અભિગમ !હવે આવું ઓછું જોવા મળે છે. પણ કકળાટ ઓછો નથી થયો, ઉલટાનો છાનો રહીને ઓર ભડકે છે.
"તુષાર શુક્લ"
હવામાં તહેવારોની સુગંધ છે. બાળપણમાં હજી ઘરમાં પિત્તળના વાસણ હતા અને એને ચમકાવવાનો ઉદ્યમ પણ થતો. સ્ટીલના વાસણ વૈભવ હતા અને એને ગિલેટ ચડાવીને ગર્વ લેવાતો. એ સંધિકાળ હતો.પરંપરા અને આવી રહેલા બદલાવ વચ્ચેનો કાળ... પણ તહેવારો પારંપરિક ઢબે ઉજવાતા અને ગમતા. એ સમૂહ જીવનનો આનંદ હતો. સંપર્કના સાધનો ઓછા હતા એટલે તહેવારોમાં રૂબરૂ મળવું એ રીવાજ હતો. આજે ય ઉત્સાહ તો એ જ છે પણ ઉજવણીની શૈલી બદલાઈ છે..મીઠાઈ નવી છે, અને ગળપણ સહે..જ ઘટ્યું છે. તળવાને બદલે શેકવાનું વધ્યું છે..સ્વાદ બદલાયો છે પણ સ્મૃતિ અકબંધ છે. દરવાજે અદ્રશ્ય તાળા છે પણ મોબાઈલ ફોન ચાલુ છે.
"તુષાર શુક્લ"
ગોરી, કોરી હથેળીઓમાં છલકી રહ્યો ઉમંગ, હૈયાથી હોઠો પર આવી મલકી રહ્યો અનંગ.
નસ નસમાં ધસમસતો આજે દોડી રહ્યો ઉમંગ, હાથમાં તારા હાથ મુક્યો છે, જીવશું આપણે, સંગ. હોઠથી લખજે હથેળી ઉપર, હળવે હળવે આમ " ચાલ, આપણે સાથે જઈએ ગુલમહોરને ગામ".
નસ નસમાં ધસમસતો આજે દોડી રહ્યો ઉમંગ, હાથમાં તારા હાથ મુક્યો છે, જીવશું આપણે, સંગ. હોઠથી લખજે હથેળી ઉપર, હળવે હળવે આમ " ચાલ, આપણે સાથે જઈએ ગુલમહોરને ગામ".
"તુષાર શુક્લ"
લાવ હથેળી તારી, એમાં આજ લખી દઉં નામ. ચાલ, આપણે સાથે જઈએ ગુલમહોરને ગામ.
નામ માગતું સરનામું, સરનામું શોધે નામ, ચાલ આપણે સાથે જઈએ ગુલમહોરને ગામ.
સુર્યમુખી થઇ સવાર ઉગે, રાતરાણી થઇ રાત. ગરમાળો થઇ બપોર ઝૂલે , માંધુમાલીની સાંજ. મોર્પીછ્ના છાંયે છાંયે છેડે સમય સિતાર, મખમલ મખમલ નરમ મુલાયમ હો જીવજ પગથાર.
હર ક્ષણ હર પલ છલકી ઉઠશે રંગ સુગંધનો જામ, ચાલ આપણે સાથે જઈએ ગુલમહોરને ગામ.

ગઝલને આવ્યું છે ઝોકું, ગઝલને આજ સુવા દો,
ભલેને થાય મન, રોકું, ગઝલને આજ સુવા દો.
વીતેલી કૈક રાતોના અજંપાને શમાવ્યો તેં,
જરા જંપીને સુતી છું , હવે નાં હું તને ટોકું.
ભલેને થાય મન, રોકું, ગઝલને આજ સુવા દો.
વીતેલી કૈક રાતોના અજંપાને શમાવ્યો તેં,
જરા જંપીને સુતી છું , હવે નાં હું તને ટોકું.
"તુષાર શુક્લ"
આપણો સંબંધ ક્યા છે આજનો, આપણો સંબંધ તો છે અવાજનો. સુર શબ્દોને રૂપે છે એ ધ્વનિત, આપણો સંબંધ તો છે ત્યારનો, આપણો સંબંધ તો છે ક્યારનો.
એ સરે છે પંખીના ટહુકા સમો, ને તરે છે આભમાં વાદળ થઇ , કલકલ સરિતાના ચંચલ જળ સમો, ગાજતો સાગર તણું ગર્જન થઇ , ગડગડે છે આભમાં વીજળી સમો, ભડભડે છે એ જ દાવાનળ થઇ , ઘંટનાદે ગૂંજતો દેવાલાયે , એ જ પડઘાતો સકલ આઝાન થઇ, એ જ છે કલરવ ને કોલાહલ મહી , એ જ વ્યાપક વ્યક્ત છે ઓમકાર થઇ .
મૂળમાં તો રૂપ એનું એ જ છે, રંગ જુદો છે ફક્ત અંદાજનો .. આપણો સંબંધ ક્યા છે આજનો, છે યુગોથી ગૂંજતા અવાજનો.
આપણો સંબંધ ક્યા છે આજનો ? આપણો સંબંધ તો છે અવાજ નો .
એ સવારે ઝગમગે ઝાકળ સમો, ને બપોરે ઝળહળે ગુલમ્હોર થઇ. સાંજ ઢળતા ઝાલ્માંલે આંસુ સમો, રાતના મ્હેકે છે પારિજાત થઇ. એ શિશિરમાં સહિત લહેરે કંપતો, તરવરે હેમંતમાં થઇ તાજગી, ગ્રીષ્મમાં વરસી રહે છે લૂ સમો, ને શરદમાં નીતરે થઇ ચાંદની. આસમાંનીંજાય એ, થઇ શરમનો લાલ, લીલો લાજનો, આપનો સમ્બંધ્ક્યા છે આજનો..?

બરફના ગોળા સાથે એકલા પીગળતા હતા, ગલીમાં એમની અમે બલ્બ શા સળગતા હતા.
હતી કંઈ કેટલી વાતો અમારા હૈયામાં, ગજા કરતાંય વજન ઝાઝું હતું નૈયામાં.
ડૂબી જવાનું એના ભાગ્યમાં લખાયું હતું, કિનારો સામે હતો તોય નાં પહોંચાયું હતું.
હજી એ સાચવી છે નોટબુક એ દિવસોની, છે સાવ કોરી તોય મહેક એમાં ફૂલોની.
કોઈએ હાથમાં લઇ હૈયા સાથે ચાંપી હતી, અડાડી હોઠને એ પાછી અમને આપી હતી
કોઈના સ્પર્શનું જાદુ છે એમાં આજે પણ, મને ખબર છે એની ખુશ્બુનું છે શું કારણ.
જરૂરી છે જ નહિ પ્રેમ માહે મળવાનું, જરૂરી છે જ નહિ પ્રેમ માહે ભળવાનું,
જરૂરી છે તો બસ છે પ્રેમમાંપીગળવાનું, વહી શકે છે જેને આવડે ઓગળવાનું.
ન આવડે એ બધાયે સમયના કેડી છે...

આ મારા વાળમાં છવાઈ રહી સફેદી છે, ને એમના વાળમાં પણ શોભી રહી મહેંદી છે.
એ વાત જુદી હતી જ્યારે વાળ કાળા હતા, અમારી આંખમાં સપનાઓ કેરા માળા હતા.
દિવસ મજાના હતા, રાત પણ મજાની હતી, ખબર નહોતી કે શરૂઆત એ સજાની હતી.
અમે ય સાંજ ઢળે ઘરમાંથી નીકળતા હતા, એ અમને જોઇને બહાનું બનાવી વળતા હતા,
અમે ય મસ્તીના મોજા ઉપર ઉછળતા હતા, એ ગમતા ઢાળ પર અમે ય થોડું ઢળતા હતા.
અમોને ગમતું હતું રોજ આહ ભરવાનું, કશા કારણ વિના ઉદાસ થઈને ફરેવાનું,
ગીત મુકેશનાં ગાતા'તા એને જોઇને, ઘણી રાહત થતી કારણ વિનાનું રોઈને.
સમયની ચાલ આ સઘળીય બહુ ભેદી છે..

હે બાપુ, મારી સામે એક "પરમ" સત્ય છે જેને હું માનું છું પણ મારી અનુકુળતાએ એને આરાધીશ.
મારી સામે "શાશ્વત "સત્ય પણ છે, જેને હું જાણું છું અને મારી અનુકુળતાએ એનો મહિમા પણ કરું છું, મારી પાસે મારું" સાનુકુળ "સત્ય છે, જેની હું ઉપાસના કરું છું..
આ મારું સત્ય છે અને એના આધારે મારા દૈનિક વ્યવહાર ચાલે છે.પરમ અને શાશ્વત સત્યને જાણવાનો દાવો છે અને સાનુકુળ સત્ય સાથે જીવવાનો લ્હાવો છે..બાપુ, હું સત્યપ્રેમી જ ને ..

જગ જનની તું હે જગદંબા, ત્રિભુવન તારિણી માં, આદિ શક્તિ, આદિશ્વરી અંબા, સકલ વિશ્વની માં. માયાનું મંડાણ જોગણી સુણજે વિનતી આ. તરસી આંખો, તરસ્યું હૈયું, દર્શન અમૃત પા..
માં પ્રગટ હવે તું થા.
માંગ્યું દેતી માવડી મારી, કદી ન કહેતી " જા ". ઢાલ બનીને ઉભી રહેતી, વાગવા નાં દે ઘા.
જ્યોત જાગતી, માં પરમેશ્વરી, શિવ શક્તિ છે માં. અધમ ઓધારણ, માં ભાવ તારણ, પ્રગટ હવે તું થા..
માં પ્રગટ હવે તું થા.
માંગ્યું દેતી માવડી મારી, કદી ન કહેતી " જા ". ઢાલ બનીને ઉભી રહેતી, વાગવા નાં દે ઘા.
જ્યોત જાગતી, માં પરમેશ્વરી, શિવ શક્તિ છે માં. અધમ ઓધારણ, માં ભાવ તારણ, પ્રગટ હવે તું થા..
Subscribe to:
Comments (Atom)