Sunday, February 26, 2012

"તુષાર શુક્લ"

મસ્ત મસ્ત છે અમદાવાદ, મસ્તીમાં અમદાવાદી .
મમ્મીઓ મહારાણી અહિઆ, દીકરીઓ શહજાદી.
રોડની વચ્ચે સ્કુટર હાંકે,મોઢે બુકાની બાંધી,
સ્પીડ એમની એવી જાણે,ફરવા નીકળી આંધી.
આંખે ગોગલ્સ, હાથમાં મોજા, મોઢે ઓઢણી સાદી.
ધાડ પાડવા નીકળી જાણે દાદાઓની દાદી..
રોટલી ભાખરી ભાવે નહિ ને પીઝા બર્ગર ખાય,
ભૂખમરાને અંગ્રેજીમાં ડાયેટિંગ કહેવાય..
સતત રણકતા સેલફોનને ફ્રેન્ડસની લાંબી યાદી,
અણ સમજુ ડેડીને લાગે સમા તની બરબાદી...
માનેક ચોક ને રતન પોલ, ઘૂમે રાનીનો હજીરો,
જુના જમાનાની મમ્મીનો જીવ છે ઘણો અધીરો.
શોપિંગ મોલથી શોભી રહ્યા છે, સી. જી. , એસ, જી, રોડ,
નવા જમાનાની મમ્મીનું ક્રેડીટ કાર્ડ છે ગોલ્ડ.
હાથમાં થેલી મોટી સાથમાં શાકની નાની યાદી..
પૂરી પકોડી ખાય ટેસથી , તોય પડે નાં માંદી..

No comments:

Post a Comment