હું ચાહું છું મારી જેમ, પણ તું ચાહે કે તારી જેમ,
છે જુદી રીત પણ
કરીએ છીએ જે એ છે પ્રેમ..
તું મારા કાનમાં કહે છે
,એ કહું છું મોટેથી,
કોઈનું હૈયું બોલે
કોઈ બોલે હોઠેથી.
ચૂમી લઉં હું તારા હાથ લઈને હાથોમાં, ગમે તનેય તે જે થાય મુલાકાતોમાં.
તું ય માનશે મસ્તી તને સમજાશે જેમ,
છે જુદી રીત પણ જે કરીએ છીએ એ તો છે પ્રેમ.
હું તારા કાનમાં કહું છું કે તને ચાહું છું,
તને ચાહું છું એથી તો મળવા આવું છું !
ચૂમે છે હાથ લઈને તું આ તારા હાથોમાં,
ચૂમું છું હું ય તને સ્વપ્ન ભરી રાતોમાં.
મને પૂછીશ નહિ તું એના કોઈ કારણ કે કેમ ,
છે જુદી રીત પણ જે હૈયે છે એ તો છે પ્રેમ.
No comments:
Post a Comment