કોલેજ કેવી, ભણતર કેવું,
સબ કુછ એક દો તીન..
છોડ ક્લાસ ને ચાલ તું મારી સંગાથે કેન્ટીન..
મોસમ જામી છે રંગીન.
આંખ પરોવી આંખમાં આપણે બેસીએ સામે સામે,
સમય ઓગળી રહે આપણા
સ્નેહ તણા સરનામે.
આ શું કહેશે ? તે શું કરશે ? માર બધાને ગોળી.
પ્રેમ હોય કે લડાઈ,
એમાં સઘળું ચાલે, ભોળી ! મળવા માટે માંડ મળ્યું છે
બહાનું આ સંગીન.
.મોસમ જામી છે રંગીન. મિત્રોના ટોળામાં આપણે
મન મારીને રહેતા,
બહારથી અક્કડ અક્કડ આપણે અંદર અંદર ઢળતા.
એકમેકને અલપ ઝલપ જે નીરખી રહેતા આપણ,
આજે નીચું જોઇને શાને
બેઠી આમ અકારણ ?
ટેબલ તબલે તાલ પૂરાવે , ધડકન ધીનાક ધીન .
હૈયું મળ્યું છે, હાથ મળે
એ દુવા કરું..આમીન !
મોસમ જામી છે રંગીન.
No comments:
Post a Comment