Wednesday, February 22, 2012

"તુષાર શુક્લ"

મનડું મલકે મનમાં મનમાં..
કેવું થાતું રે જીવનમાં !
થોડું દુખ પણ લાગે ઝાઝું,
ઝાઝું સુખ પણ થોડું.
લાગે કે દુખ વહેલું આવે,
સુખને થાય છે મોડું !
જનમ ધર્યો કે આવી મળતા વનમાં કે ઉપવનમાં..
સુખ છે સૂરજ, દુખ છે ઝાકળ કોઈને એવું લાગે,
એથી સાવજ અવળો અનુભવ આવે કોઈને ભાગે.
સમય પ્રમાણે સુખ દુખ સહુને મળી રહે ત્રિભુવનમાં..
દોરા, ધાગા, માદળીયાથી
સુખ દુખ જાય ન આવે,
શ્વાસની સાથે સુખદુખ સહુએ સાથે સાથે લાવે.
લખ્યા લલાટે લેખ વિધિએ ,
ફેર પડે ન વચનમાં..

No comments:

Post a Comment