Sunday, February 19, 2012

"તુષાર શુક્લ"

ભલે ન આવે , નાં બોલાવે,
રહેજે ગમતા ઘેર, સાંવરિયા, કરજે લીલા લ્હેર,
મને પડતો નથી કોઈ ફેર.. એકની આંખો હળવા હાથે
ઢાંકી, ઓળખ પૂછતો,
એ જ ક્ષણે બીજીને ગાલે
ચૂમી પણ લઇ લેતો..
પ્રેમ તરસતા બંને હૈયા
માને કે થઇ મહેર..!
ભમરો કરતો કળીઓ કેરા કાનમાં ગુન ગુન ગીત,
એકેએક કળીને લાગે
ભમરો કરતો પ્રીત.
એક રિસાય તો બીજી ,
બાગમાં કળીઓ મળતી તેર.
.હવે રહેજે ગમતા ઘેર, મને પડતો નથી કોઈ ફેર.
નથી કાળી હું, નથી સરિતા,
તને હું ચાહું છું,
તડપું છું એ જાણીને મને તડપાવે છે તું.
પ્રેમ કરે એને સહેવું પડતું,
એ કેવું અંધેર...?
હવે રહેજે ગમતા ઘેર..
મને પડતો નથી કોઈ ફેર..!

No comments:

Post a Comment