સાવ રે અડોઅડ તું બેઠી'તી એમ ,શાંત સરવરના જળ શી પથરાઈ,
સર્જાયા વલયો જયાં પડી
સ્પર્શ કાંકરી ,
ને સ્પંદિત થઇ તું એ લહેરાઈ. કેટલાય વખતે હું અણધાર્યું આમ તને હળવેથી વ્હાલ ભર્યું સ્પર્શ્યો,
થઈને પતંગિયાનું ટોળું,
ત્યાં ઉડી ગયા વીતેલા એકાકી વર્ષો.
મળવાની સંભવના થઇ ગઈ'તી શૂન્ય,
એય ઓચિંતી જાણે છલકાઈ.. હાથમાં લઇ હાથ, સાવ બેઠા'તા પાસ,
જોશ જોવાનું હતું રમ્ય બહાનું,
" મળવાના યોગ નથી દેખાતા કોઈ"
એવું હાથની રેખાએ કહ્યું છાનું. આઘે રહી ઝૂરવાનું ભાખ્યું'તું દુ:ખ ,
ગયું વ્હાલપના સ્પર્શે વિસરાઈ.
No comments:
Post a Comment