Saturday, April 7, 2012

"તુષાર શુક્લ"

ખુલ્લી આંખે જોઈ રહ્યો,
મારો દરિયો સરકી ચાલ્યો રે, છાતીમાં આ રેત ઘૂઘવટો
હૈયા સરસો સાલ્યો રે..
લોક કહે હું મ્હાલ્યો રે !
વાસંતી એક સાંજ પરોવી સંબંધાયા સાવ અમસ્તું,
નામ પૂછો તો મૌન રહું,
ને રોમ રોમમાં ગમતું ગમતું. મહેક થયો'તો મનગમતી ને ફોરમ થઈને ફાલ્યો રે..
લોક કહે હું મ્હાલ્યો રે..!
સાવ અચાનક ઓટ થઈને
મોજું ચાલ્યું રમતું રમતું,

પગલું મારું પાણી પોચું,
પડે પડે ને ત્યાજ ઉપડતું. મનનો માનેલો મહેરામણ હાથથી મારે હાલ્યો રે..
લોક કહે હું મ્હાલ્યો રે !
પાંપણમાં બપ્પોરી સુરજ
ભડભડ બળતો આંજ્યો રે,
ઘેન ગુલાબી અંધકારને અજવાલાએ માંજ્યો રે.
આજ ફરી કેવડિયો કાંટો
રુદિયે મારે સાલ્યો રે.
લોક કહે હું મ્હાલ્યો રે !

Friday, April 6, 2012

"તુષાર શુક્લ"

સાવ રે અડોઅડ તું બેઠી'તી એમ ,શાંત સરવરના જળ શી પથરાઈ,
સર્જાયા વલયો જયાં પડી
સ્પર્શ કાંકરી ,
ને સ્પંદિત થઇ તું એ લહેરાઈ. કેટલાય વખતે હું અણધાર્યું આમ તને હળવેથી વ્હાલ ભર્યું સ્પર્શ્યો,
થઈને પતંગિયાનું ટોળું,
ત્યાં ઉડી ગયા વીતેલા એકાકી વર્ષો.
મળવાની સંભવના થઇ ગઈ'તી શૂન્ય,
એય ઓચિંતી જાણે છલકાઈ.. હાથમાં લઇ હાથ, સાવ બેઠા'તા પાસ,
જોશ જોવાનું હતું રમ્ય બહાનું,
" મળવાના યોગ નથી દેખાતા કોઈ"
એવું હાથની રેખાએ કહ્યું છાનું. આઘે રહી ઝૂરવાનું ભાખ્યું'તું દુ:ખ ,
ગયું વ્હાલપના સ્પર્શે વિસરાઈ.

Monday, April 2, 2012

"તુષાર શુક્લ"

આ તું રે ખીલી કે ખીલી રાતરાણી?
આમ ભલે રહે સદા અળગી અજાણી,
આજ સપનામાં રૂંવે રૂંવે માણી. લીસા સુંવાળા કોઈ સરવરમાં તરતી હો
એમ સરે હળવે હથેળીઓ, ધોધમાર ધસમસતી મસ્તીના વેગ થકી
ફાટફાટ નસનસની વેલીઓ, કેવડાની ગંધ થકી મોહિત ભુજંગ માણે અંગની સુગંધ સરવાણી. લંબાવી હાથ હજી અડકું જરાક ત્યાં જ ઝૂકી આવી'તી આખી ડાળી.
નાજૂક નમણાઈ તારી, વેગ ભરી વહી આવી,
પલભરમાં અંતર ઓગાળી, બોલ્યા વિનાય કેટ કેટલું એ કહી જાતી,
મૂંગી આ સ્પર્શ તણી વાણી.

Friday, March 30, 2012

"તુષાર શુક્લ"

આજ મેં તો વાદળને લઇ લીધું બાથમાં...
વાદળ સંગાથે એક આખું આકાશ મારી છાતી શું ભીસાયું બાથમાં.. ભૂલીને સાન ભાન હોઠે માંડ્યું જ્યાં મેં
મનગમતું મધમીઠું વાદળ,
ઘૂંટ ઘૂંટ પાણીનાં પીવાનો અનુભવ તો
કોરોધાકોર એની આગળ. પલભરની વર્ષામાં બંને ભીંજાઈ ગયા ,
હું ને વાદળ સંગાથમાં..
આરપાર વીંધશે કે મન મૂકી
ભીંજશે
આ છાતી પર તોળાયા પહાડ , હમણા વરસ્યો કે હવે હમણા વરસી રહેશે ,
આંખોમાં એવો અષાઢ.
રણમાં વરસાદ તણી વેળા આવે છે ત્યારે
જાદુ ભળે છે એના સ્વાદમાં.. આસપાસ ઘેન ભર્યું ધુમ્મસ છવાય
અને હળવે ઘૂંટાય કેફ એવો, આરપાર રંગોના ઉડે ફુવારા, મને લાગુ હું મેઘધનુ જેવો . વાદળ વિખરાય તોય નાં રે ભૂલાય ,
રંગભીના રહેવાય એની યાદમાં .

Wednesday, March 28, 2012

"તુષાર શુક્લ"

પ્રેમ કરો તમે મનગમતો,
[ પણ ]
જેને તમે ગમો એને પરણો .. ગોરો હોય કે કાળો હોય
કે હોય ભલે ઘઉંવર્ણો.
જેને તમે ગમો એને પરણો . તમને ગમે જે એને ચાહો, ચાહવાની છે છૂટ.
એક ગમે કે અનેક,
પ્રેમનો પ્રવાહ છે વણખૂટ. પાંપણ પાથરો રાહમાં એની, ભલેને ચૂમો ચરણો.
પ્રેમ કરો તમે મનગમતો,
[ પણ ]
જેને તમે ગમો એને પરણો . તમે ગમો એને હૈયે રહેશે
કાયમ તમારો વાસ,
ફૂલ ભલે કરમાય ,
કદીના વાસી થાય સુવાસ. સ્નેહ તણી ગંગાના , હૈયે
થયા કરે અવતરણો.
પ્રેમ કરો તમે મનગમતો,
[પણ ]
જેને તમે ગમો એને પરણો ..!

Tuesday, March 27, 2012

"તુષાર શુક્લ"

બેઉની ઘડિયાળનો જ્યારે સમય મળતો નથી,
એજ કારણ હોય છે, એવો પ્રણય ફળતો નથી.
તેં કહ્યું'તું સાત વાગે, હું પહોંચ્યો સાત પાંચે,
કઈ રીતે કોઈ નગરની ભીડમાં ઘડિયાળ વાંચે ?
તોય તે દોડ્યો હતો હું કેટલું,
તું છો ન માને,
તું વળી ગઈ સાવ અણજાણી ગલીમાં, કોઈ બહાને,
હું કદી કોઈ માર્ગમાં અણ ચિંતવ્યું વળતો નથી,
એ જ કારણ છે, પ્રણય આ આપણો ફળતો નથી.
થાય છો મોડું કે વહેલું ,
કાનમાં બે વાત કહીએ,
આપણે જ્યારે મળીએ એ સમયને સાત કહીએ !
આપણી વચ્ચે ખરે
એ પળને પારિજાત કહીએ,
ને સુગંધે મ્હેકાવાને
સ્નેહની શરૂઆત કહીએ.
છે નિરર્થક જામ એ
કે જામ જે ગળતો નથી..
એજ કારણ છે , પ્રણય આ આપણો ફળતો નથી.

Monday, March 26, 2012

"તુષાર શુક્લ"

વીતી ગઈ છે પાનખર ,
આવી રહી વસંત,
લીલા છે કોની,
કોણ આ ફૂલો મહી હસંત ?
તૂટ્યા અબોલા વૃક્ષ સાથે
પર્ણનાં, પ્રિયે,
તું આવ તો થઇ જાય મારું સ્વપ્ન મૂર્તિમંત.
ભમરા લઈને એક તારો , બાગમાં ઘૂમે,
ભૂલીને તપના તાપને,
ડોલી રહ્યા છે સંત.
છે પ્રેમના પ્રાગટ્યના અનુભવની આ ઋતુ ,
જીવનનો છોને અંત હો,
છે પ્રેમ તો અનંત.